ગુજરાતી ન્યૂઝBusinessટ્રમ્પનું ટેરિફ તોફાન લાવશે, ગુજરાતના આ ઉદ્યોગોમાં લાવશે તબાહી, એક્સપર્ટસે કહી મોટી વાત

ટ્રમ્પનું ટેરિફ તોફાન લાવશે, ગુજરાતના આ ઉદ્યોગોમાં લાવશે તબાહી, એક્સપર્ટસે કહી મોટી વાત

US Tarrifs Impact On Gujarat : અમેરિકાએ ભારત પર લગાવેલ ટેરીફની ભારત પર પડશે અસર... વિવિધ સેક્ટરના બિઝનેસ પર પડી શકે છે અસર... ટેરીફ લગાવતા ડોલર પર અસર પડતા પેટ્રોલના ભાવ વધવા સાથે મોંઘવારી વધવા અંગે પણ તજજ્ઞોએ ચિંતા વ્યક્ત કરી

ટ્રમ્પનું ટેરિફ તોફાન લાવશે, ગુજરાતના આ ઉદ્યોગોમાં લાવશે તબાહી, એક્સપર્ટસે કહી મોટી વાત

US Tarrifs Impact On Gujarat દર્શલ રાવલ/અમદાવાદ : ટ્રમ્પ સરકાર આવ્યા બાદ તાજેતરમાં જ અમેરિકા દ્વારા ભારતીય બજાર પર 26% ટેરીફ લગાવવામાં આવ્યું છે. જે ટેરીફ અગાઉના અંદાજ કરતા ઓછું છે. પરંતુ આ ઓછું ટેરીફ હોવા છતાં પણ તેની ભારતીય બજાર પર અને શેર બજાર પર અસર એક્સપર્ટ દ્વારા વ્યક્ત કરાય છે. ત્યારે જોઈએ આ ટેરિફની કેવી અસર હોઈ શકે છે.

  • અમેરિકા દ્વારા ભારત પર લગાવાયું 26% ટેરીફ
  • ટેરીફ લગાવતા ભારતીય બજાર પર જોવા મળી અસર 
  • ટેરીફની ચર્ચા પહેલા શેર બજારમાં પોણા ટકાનો વધારો હતો 
  • જોકે ટેરીફ જાહેર થયા બાદ બજાર અડધો ટકા તુટ્યું 
  • શેર બજાર સાથે ફોરેન એક્સપર્ટે પણ વ્યક્ત કરી ચિંતા 
  • ટેરીફના કારણે વિવિધ ઇન્ડસ્ટ્રીઝ સાથે પેટ્રોલ ના ભાવ વધવા સહિત મોંઘવારીની વ્યક્ત કરી ચિંતા

અમેરિકાએ વિશ્વનો મજબૂત દેશ છે. જેની ચહલ પહલ પર તમામ લોકોની નજર હોય છે અને ત્યાંના બદલાવની તમામ દેશ પર અસર પણ જોવા મળે. તાજેત્તરમાં ટ્રમ્પ સરકાર આવ્યા બાદ આજે અમેરિકા દ્વારા વિવિધ દેશ પર જે ટેરીફ લગાવવામાં આવ્યું તેની પણ અસર જોવા મળી છે. આમ, તો વધુ ટેરીફ હોય તેવી લોકોને ચિંતા હતીસ જેમાં ઓછું ટેરીફ લાગતા રાહત મળી. જોકે અમેરિકાએ ભારત પર લગાવેલ 26 ટકા ટેરીફની અસર ભારતીય બજાર પર જોવા મળી છે. જ્યાં ગુજરાત અને તેમાં પણ અમદાવાદના શેર બજાર એક્સપર્ટ જયદેવ ચુડાસમાની વાત માનીએ તો ટેરીફની ચર્ચા સમયે શેર બજારમાં પોણો ટકો વધારો થયો. જોકે જેવા ટેરીફ જાહેર થયા કે તેના અડધો ટકો ઘટાડો થયો. જે નહિવત અસર બજાર પર ગણાવી. જોકે એક્સપર્ટએ અન્ય કેટલીક શક્યતાઓ પણ વ્યક્ત કરી.

Add Zee News as a Preferred Source

તો બીજી તરફ  ઇન્ટરનેશનલ બિઝનેસ ફોરમના સેક્રેટરી અને ફોરેન ઈશ્યુ એક્સપર્ટ એવા હિરેન ગાંધીએ તો તેનાથી મોટી ચિંતા વ્યક્ત કરી. જે એક્સપર્ટ ના મતે ટ્રમ્પના નવા 26% ટેરિફની ભારત પર અસર શું થશે? તે જોઈએ તો...

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2 એપ્રિલના રોજ ભારત સહિત અન્ય દેશો પર 26%નો "રેસિપ્રોકલ ટેરિફ" લાગુ કરવાની જાહેરાત કરી છે. આ ટેરિફનો હેતુ અમેરિકા ના વેપાર ખાધ (ટ્રેડ ડેફિસિટ) ને ઘટાડવાનો અને સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો છે. ભારત પર આની અસર નોંધપાત્ર રહેશે, કારણ કે અમેરિકા ભારતનું સૌથી મોટું નિકાસ બજાર છે. આ ટેરિફથી ભારતની નિકાસમાં $2 બિલિયનથી $7 બિલિયન સુધીનું નુકસાન થઈ શકે છે, જેનાથી ભારતના GDP વૃદ્ધિ દરમાં 5-10 બેસિસ પોઈન્ટ નો ઘટાડો થઈ શકે છે.

આ ટેરિફ કેવી રીતે કામ કરે છે?
રેસિપ્રોકલ ટેરિફ એટલે કે જે દેશ અમેરિકન ઉત્પાદનો પર ઊંચા ટેરિફ લગાવે છે, તેની સામે અમેરિકા પણ તે જ દેશના ઉત્પાદનો પર સમાન અથવા અડધા દરે ટેરિફ લગાવે છે. ટ્રમ્પના જણાવ્યા મુજબ, ભારત અમેરિકન માલ પર 52% ટેરિફ લગાવે છે, જેના જવાબમાં અમેરિકાએ ભારતીય માલ પર 26% ટેરિફ લગાવવાનું નક્કી કર્યું છે. આ ટેરિફ 5 એપ્રિલ, 2025થી 10%ના બેઝલાઇન રેટથી શરૂ થશે અને 9 એપ્રિલ, 2025થી 26%ના દરે લાગુ થશે. જોકે, ફાર્માસ્યુટિકલ્સ, સેમિકન્ડકટર્સ અને ઊર્જા ઉત્પાદનો જેવા કેટલાક ક્ષેત્રોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.

ભારત અમેરિકામાં કેટલું અને કયા ક્ષેત્રોમાં નિકાસ કરે છે?
2024માં ભારતે અમેરિકામાં $87.4 બિલિયનની નિકાસ કરી હતી. મુખ્ય ક્ષેત્રો અને તેમનું યોગદાન નીચે મુજબ છે:

  • ઇલેક્ટ્રોનિકસ: $14 બિલિયન (15.6%)
  • રત્ન અને આભૂષણ: $9.6 બિલિયન (11.5%)
  • ફાર્માસ્યુટિકલ્સ: $8 બિલિયન (11%)
  • મશીનરી અને ન્યુક્લિયર રિએકટર્સ: $7 બિલિયન (8.1%)
  • પેટ્રોલિયમ ઉત્પાદનો: $4.8 બિલિયન (5.5%)
  • ટેક્સટાઇલ્સ: $9.6 બિલિયન (28% ટેકસટાઇલ નિકાસનો હિસ્સો)
  • Agricultre-Marine કૃષિ (દા.ત. ઝીંગા, ચોખા): $2.58 બિલિયન

ભારત અમેરિકાથી કેટલું અને કયા ક્ષેત્રોમાં આયાત કરે છે?

2024માં ભારતે અમેરિકાથી $41.9 બિલિયનની આયાત કરી હતી. મુખ્ય ક્ષેત્રો નીચે મુજબ છે:

  • પેટ્રોલિયમ ક્રૂડ અને ઉત્પાદનો: $13.8 બિલિયન (33%)
  • રત્ન અને નકલી આભૂષણ: બીજું મોટું આયાત ક્ષેત્ર
  • વીજળી મશીનરી: નોંધપાત્ર હિસ્સો
  • એરોસ્પેસ ઉપકરણો: નોંધપાત્ર હિસ્સો
  • કૃષિ (બદામ, અખરોટ, લેન્ટિલ્સ): $8 બિલિયનના ભાગરૂપે

વેસ્ટર્ન રેલવેની મોટી જાહેરાત, અમદાવાદથી આ શહેર માટે દોડશે 200 સ્પેશિયલ ટ્રેન

ભારતનું વેપાર ખાધ કેટલું છે?
2024માં ભારતનું અમેરિકા સાથેનું વેપાર ખાધ (ટ્રેડ સરપ્લસ) $45.7 બિલિયન હતું, કારણ કે નિકાસ ($87.4 બિલિયન) આયાત ($41.9 બિલિયન) કરતાં વધુ હતી. આ ખાધ ટ્રમ્પના ટેરિફનું મુખ્ય કારણ છે.

કયા ક્ષેત્રો પ્રભાવિત થશે?

આ ટેરિફથી નીચેના ક્ષેત્રો પ્રભાવિત થશે:

  • ટેક્સટાઇલ્સ: $9.6 બિલિયનની નિકાસ, ખાસ કરીને કાર્પેટ (58% અમેરિકા જાય છે).
  • ઇલેકટ્રોનિક્સ: $14 બિલિયન, માંગ ઘટવાની શક્યતા.
  • રત્ન અને આભૂષણ: $9.6 બિલિયન, ખાસ કરીને ગુજરાતનું હીરા બજાર.
  • IT/આઇટી: TCS જેવી કંપનીઓ પર અસર, શેરમાં 5% ઘટાડો.
  • Automobile parts/ઓટોમોબાઇલ્સ**: ઓટો પાર્ટ્સ પર 25% ટેરિફ ઉપરાંત 26%.
  • Agriculture and Marine /કૃષિ: ઝીંગા, માછલી, પ્રોસેસ્ડ ફૂડ ($2.58 બિલિયન).
  • કેમિકલ્સ: નિકાસમાં ઘટાડો.
  • ફાર્માસ્યુટિકલ્સને મુક્તિ મળી છે, પરંતુ ભવિષ્યમાં ટેરિફ લાગુ થઈ શકે છે.

આ ટેરિફને દૂર કરવા શું યોજના ધરાવે છે? 
ભારત સરકાર અને ઉદ્યોગો નીચેની રણનીતિઓ અપનાવી રહ્યા છે:

  1. દ્વિપક્ષીય વેપાર કરાર: ભારત અને અમેરિકા સપ્ટેમ્બર-ઓકટોબર 2025 સુધીમાં વેપાર કરાર પર હસ્તાક્ષર કરવા વાટાઘાટ કરી રહ્યા છે, જે ટેરિફ ઘટાડી શકે.
  2. અમેરિકન આયાત પર ટેરિફ ઘટાડો: ભારત $23 બિલિયનની અમેરિકન આયાત (જેમ્સ, ઓટો પાર્ટ્સ) પર ટેરિફ ઘટાડવાનું વિચારી રહ્યું છે.
  3. નવા બજારોની શોધ: યુરોપ, મધ્ય પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં નિકાસ વધારવાની યોજના
  4. સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન: "મેક ઇન ઇન્ડિયા"ને મજબૂત કરી આયાત પર નિર્ભરતા ઘટાડવી. 4
  5. વળતર ટેરિફ: અમેરિકન ઉત્પાદનો (જેમ કે સોયાબીન, મકાઈ) પર ટેરિફ લગાવવાની શક્યતા.

30 વર્ષના ભાજપના શાસનમાં એક પણ ઉમેદવાર ન મળ્યો, કોંગ્રેસની આખી પેનલ બિનહરીફ જીતી

ભારતના કૃષિ ક્ષેત્ર પર કેવી અસર થશે?
કૃષિ ક્ષેત્ર, જે ભારતના GDPના 15% અને 40% રોજગારીનું યોગદાન આપે છે, તે પણ પ્રભાવિત થશે. 2024માં અમેરિકામાં $2.58 બિલિયનની કૃષિ નિકાસ (ઝીંગા, ચોખા, માછલી) હતી. 26% ટેરિફથી:

  • ઝીંગા અને સીફૂડ: કિંમતો વધશે, માંગ ઘટશે, વિયેતનામ જેવા દેશો ફાયદો લેશે.
  • ચોખા: હાલના 9-11% ટેરિફ પર 26% ઉમેરાશે, પરંતુ ભારત હજુ સ્પર્ધાત્મક રહી શકે.
  • પ્રોસેસ્ડ ફૂડ: $1.03 બિલિયનની નિકાસ પર 24.99% ટેરિફ ગેપથી નુકસાન

જોકે, ભારતની સ્પર્ધાત્મકતા ટકી રહેશે, કારણ કે વિયેતનામ (46%) અને બાંગ્લાદેશ (37%) પર વધુ ટેરિફ છે. ભારતે નવા બજારો શોધવા અને સ્થાનિક ઉત્પાદકતા વધારવા પર ધ્યાન આપવું જોઈએ તેવું સુચન એક્સપર્ટ એ વ્યક્ત કર્યું. આ સાથે જ ટેરીફની ડોલર પર અસર પડશે અને જો તેમ થશે તો પેટ્રોલ મોંઘું થવા અને તેનાથી ઇમ્પોર્ટ એક્સપોર્ટ મોંઘા થવા સાથે મોંઘવારી વધવાની શકયતા એક્સપર્ટ એ વ્યક્ત કરી છે.

જો એક્સપર્ટ ની વાત માનીએ તો હાલ બજાર પર આ નાની પણ મોટી અસર કહી શકાય. જે કેટલાક સમય સુધી રહી શકે છે. જેની આSર આગામી દિવસોમાં rbi ના રેટ  જાહેર થવાના છે તેના પર પણ જોવા મળી શકે છે તેવી પણ ચર્ચા છે. જ્યાં ક્યાંક ફાયદો તો ક્યાંક નુકશાન ના વંટોળ ની પણ ચર્ચા છે. જોકે તે જાહેર થાય ત્યારે ખ્યાલ આવી શકે છે. જોકે હાલ અમેરિકાના આ એક પગલાએ ભારત ની અર્થવ્યવસ્થા પર ચોક્કસ અસર કરી છે તે નક્કી છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dipti Savant

દિપ્તી સાવંત ઝી 24 કલાકની ડિજીટલ ટીમમાં કન્ટેન્ટ ક્રિએટર છે. વડોદરાથી તેમણે પત્રકારિત્વની શરૂઆત કરી. દિવ્ય ભાસ્કરથી જર્નાલિઝમની સફર શરૂ કરી. તેના બાદ સંદેશ ડિજીટલ અને હવે ઝી 24 કલાક સુધી પહોંચ્યા છ

...और पढ़ें

Trending news