આંખી દાસે ફેસબુકમાંથી આપ્યું રાજીનામું, થોડા સમય પહેલા લાગ્યો હતો ભાજપનો પક્ષ લેવાનો આરોપ

ફેસબુક ઈન્ડિયામાં પબ્લિક પોલિસી પ્રમુખ આંખી દાસે રાજીનામું આપી દીધું છે. થોડા મહિના પહેલા તેમના પર ભારતીય જનતા પાર્ટીનો પક્ષ લેવાનો આરોપ લાગ્યો હતો. આંખી દાસે કહ્યું કે, તે જનતાની સેવા માટે કંપનીમાંથી રાજીનામું આપી રહી છે. 

 આંખી દાસે ફેસબુકમાંથી આપ્યું રાજીનામું, થોડા સમય પહેલા લાગ્યો હતો ભાજપનો પક્ષ લેવાનો આરોપ

નવી દિલ્હીઃ ભારતમાં ફેસબુકની ટોપ એક્ઝિક્યુટિવ આંખી દાસે રાજીનામું આપી દીધું છે. તે ભારતમાં પબ્લિક પોલિસીની પ્રમુખ છે. આજે એટલે કે મંગળવારે તેણે રાજીનામું તે આરોપોના થોડા મહિના બાદ આપ્યું છે, જેમાં તેના પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તે ફેસબુકની કન્ટેન્ટ મોડરેશન પોલિસીમાં ભારતીય જનતા પાર્ટીનો પક્ષ લેતા હસ્તક્ષેપ કરી રહી છે. પરંતુ ફેસબુકે તે આરોપોને નકારી દીધા હતા. 

આંખી દાસના રાજીનામાં બાદ તેના નજીકના લોકોએ કહ્યું કે, તેના રાજીનામાને તેના પર હાલમાં લાગેલા આરોપો સાથે લેવાદેવા નથી. તો આંખી દાસે કહ્યું કે, તેણે રાજીનામુ એટલે આપ્યું છે જેથી તે જનતાની સેવા કરી શકે, જે તે હંમેશાથી કરવા ઈચ્છતી હતી. 

Gold Rate Today: સોનાના ભાવ ઘટ્યા, ચાંદીમાં વધારો, જાણો આજની કિંમત

પોતાના સહકર્મિઓને મોકલેલા એક મેસેજમાં આંખી દાસે જૂના દિવસોને યાદ કર્યા છે. તેણે કહ્યું છે- આપણે તે સમયે એક નાનું સ્ટાર્ટઅપ હતા, જેને ભારતમાં લોકોની સાથે જોડાવાનું હતું. હવે 9 વર્ષ બાદ મને લાગે છે કે આપણે આપણું લક્ષ્ય લગભગ હાસિલ કરી લીધું છે. તેણે માર્ક ઝુકરબર્ગનો આભાર વ્યક્ત લખ્યું કે, તેને આશા છે કે તેણે કંપનીને સારી રીતો પાતાનો સમય આપ્યો છે અને આગળ પણ તે કંપની સાથે જોડાયેલી રહેશે. 
 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news