સાવધાન! માર્કેટમાં આવી ગઈ નકલી GPay, PhonePe, Paytm એપ, નોટિફિકેશન તો આવશે ખાતામાં પૈસા નહીં

માર્કેટમાં આ સમયે ઘણી નકલી પેમેન્ટ એપ આવી ચૂકી છે. આ ફેક  GPay, PhonePe, Paytm જેવી એપની નકલ હોય છે. તેમાં માત્ર નોટિફિકેશન આવે છે ખાતામાં પૈસા નહીં. અમે તમને આ ફેક એપથી કઈ રીતે બચવું તે વિશે માહિતી આપીશું.
 

 સાવધાન! માર્કેટમાં આવી ગઈ નકલી GPay, PhonePe, Paytm એપ, નોટિફિકેશન તો આવશે ખાતામાં પૈસા નહીં

Fake Payment App: સ્કેમર્સ લોકોને છેતરવા માટે સતત નવા-નવા કિમિયા અજમાવતા રહે છે. હવે તેની નજર તમારા UPI પેમેન્ટ પર પણ છે. માર્કેટમાં આ સમયે ઘણી નકલી એપ આવી ચૂકી છે. આ નકલી એપ GPay, PhonePe, Paytm જેવી એપની નકલ હોય છે, જેનો યુઝર ઈન્ટરફેસ (યુઆઈ), કલર સ્કીમ અને ઓવરઓલ રંગરૂપ તમારા પોપુલર પેમેન્ટ એપ જેવો હોય છે, પરંતુ તેના દ્વારા કરવામાં આવેલ પેમેન્ટ ક્યારેય થતું નથી.

નોટિફિકેશન આવશે પરંતુ પૈસા નહીં!
માર્કેટમાં એક્ટિવ આ ફેક પેમેન્ટમાં કેટલીક તો એટલી એડવાન્સ છે કે તેના એપ પેમેન્ટ નોટિફિકેશન જેમ એક બીપ કે ચાઇમ વાસ્તવિક લાગે છે. જેનાથી લાગે છે કે પેમેન્ટ થઈ ગયું છે પરંતુ આ પેમેન્ટ ક્યારેય થતું નથી અને ન ખાતામાં પૈસા આવે છે.

Add Zee News as a Preferred Source

સ્કેમર્સ આ ફેક પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરી લોકોને તે વિશ્વાસ અપાવવાનો પ્રયાસ કરે છે કે ટ્રાન્ઝેક્શન પૂર્ણ થઈ ગયું છે. હકીકતમાં તે એક ફેક એપનો ઉપયોગ કરે છે જે માત્ર પેમેન્ટ ટ્રાન્ઝેક્શન ફ્લોની નકર કરે છે અને પીડિતને બાદમાં ખબર પડે છે કે હકીકતમાં આ ટ્રાન્ઝેક્શન થયું નથી. તે માટે તમને કેટલીક ટિપ્સ આપી રહ્યાં છીએ, જેનો ઉપયોગ કરી તમે સ્કેમર્સથી બચી શકો છો.

ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી તપાસો: હંમેશા તમારી ચુકવણી એપ્લિકેશન અથવા બેંક ખાતામાંથી ટ્રાન્ઝેક્શન હિસ્ટ્રી ચકાસો. ફક્ત સ્ક્રીનશોટ અથવા સૂચનાઓ પર આધાર રાખશો નહીં.

માહિતીમાં વિસંગતતાઓ: વ્યવહારની વિગતોમાં વિસંગતતાઓ શોધવાનો પ્રયાસ કરો. નકલી એપ્લિકેશન્સમાં ઘણીવાર કેટલીક સૂક્ષ્મ ભૂલો અથવા અસંગતતાઓ હોય છે જે તમને છેતરપિંડી માટે ચેતવણી આપી શકે છે.

દબાવ નાખવાની રણનીતિઃ તે લોકોથી સાવધાન રહો જે ટ્રાન્ઝેક્શન પૂર્ણ કરવા માટે તમારા પર દબાણ કરે છે અને તમને ખાતરી કરવાનો સમય આપતા નથી.

અજાણી એપઃ તમારા ક્ષેત્રમાં સામાન્ય રીતે ઉપયોગ થતી કાયદેસર પેમેન્ટ એપ વિશે જાણકારી રાખો. જો કોઈ અજાણી એપથી ચુકવણી કરવાનું કહે છે તો સાવધાની રાખો.

વેપારીઓએ શું સાવધાની રાખવી જોઈએ?
વેપારીઓ ઝડપથી નકલી એપના નિશાને આવી રહ્યાં છે. સ્કેમર્સ કોઈ વ્યસ્ત દુકાનમાં અવ્યવસ્થા કે વેપારીનું ધ્યાન બીજે હોવાનો ફાયદો ઉઠાવી આ નકલી ચુકવણી એપ્સથી તેને છેતરે છે. છેતરપિંડીને કારણે વેપારીએ નુકસાનમાં સામાન અને સેવાઓ આપવી પડે છે.

તમારા કર્મચારીઓને શિક્ષિત કરોઃ ખાતરી કરો કે બધા કર્મચારી આ છેતરપિંડી વિશે જાણતા હોય છે અને આ નકલી ટ્રાન્ઝેક્શનને ઓળખી શકે.

ચકાસણી પ્રક્રિયાનો અમલ કરો: માલ અથવા સેવાઓ પ્રદાન કરવામાં આવે તે પહેલાં ચૂકવણીની ચકાસણી માટે પ્રમાણભૂત પ્રક્રિયા વિકસાવો. આમાં તમારા PhonePe સ્માર્ટ સ્પીકરમાંથી ચુકવણી પ્રમાણીકરણની રાહ જોવાનો સમાવેશ થઈ શકે છે (નકલી એપ્લિકેશન્સ આ ચેતવણી સંદેશાઓને ટ્રિગર કરી શકતી નથી), ટ્રાન્ઝેક્શન આઈડી તપાસવી અથવા તમારા ચુકવણી પ્રોસેસર તરફથી પુષ્ટિની રાહ જોવી.

શંકાસ્પદ ગતિવિધિને રિપોર્ટ કરોઃ જો તમને કોઈ શંકાસ્પદ નકલી ચુકવણી એપ મળે છે તો તત્કાલ સંબંધિત અધિકારીઓ અને તમારી ચુકવણી પ્રોસેસરને રિપોર્ટ કરો.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news