)
Investment Tips: જો તમે કોઈ જોખમ લીધા વગર સુરક્ષિત બચતથી આવનારા સમયમાં મોટું ફંડ બનાવવા ઈચ્છો છો તો પછી તમને એક બેસ્ટ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ જણાવી રહ્યાં છીએ, અમે વાત કરી રહ્યાં છીએ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની 'હર ઘર લખતપિ' યોજના વિશે, જે રોકાણનો સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. આ એક રેકરિંગ ડિપોઝિટ (RD) સ્કીમ છે, જ્યાં તમે દર મહિને એક ફિક્સ અમાઉન્ટ જમા કરશો તો મેચ્યોરિટી પર લાખોનું ફંડ તૈયાર કરી શકો છો.
હર ઘર લખપતિ સ્કીમ ખાસ તે લોકો માટે બેસ્ટ હોય છે જે નાની-નાની બચતથી મોટું લક્ષ્ય મેળવવા ઈચ્છે છે અને બજારના જોખમથી દૂર રહી પૈસા વધારવાની ઈચ્છા રાખે છે.
વ્યાજ દર
આ SBI ની એક ખાસ બચત યોજના છે જે દરેક ભારતીય પરિવારને સુરક્ષિત ભવિષ્ય બનાવવામાં મદદ કરશે. તમે તેને વ્યક્તિગત રીતે, સંયુક્ત રીતે અથવા માતાપિતા દ્વારા સગીર બાળકના નામે ખોલી શકો છો. આ યોજનાના વ્યાજ દરો ઉંમર અને સમયગાળા અનુસાર બદલાય છે. સામાન્ય નાગરિકો માટે વ્યાજ દર 3 અને 4 વર્ષ માટે વાર્ષિક 6.75% અને 5 થી 10 વર્ષ માટે વાર્ષિક 6.50% છે.
તમને જણાવી દઈએ કે બેંકની આ બચત યોજના વરિષ્ઠ નાગરિકો માટે એક શ્રેષ્ઠ વિકલ્પ સાબિત થઈ શકે છે. જો તમે 3 કે 4 વર્ષ માટે રોકાણ કરો છો, તો તમને વાર્ષિક વ્યાજ દર લગભગ 7.25% મળશે, જ્યારે આ દર 5 થી 10 વર્ષના રોકાણ પર 7.00% હશે. આ યોજનાની બીજી સૌથી ખાસ વાત એ છે કે વ્યાજ ત્રિમાસિક ધોરણે ચક્રવૃદ્ધિ પામે છે, જે તમારી પરિપક્વતા રકમ પર વધુ સારું વળતર આપી શકે છે.
રોકાણની રકમ
3 વર્ષમાં 1 લાખ રૂપિયા સુધી પહોંચવા માટે તમારે દર મહિને આશરે 2500 રૂપિયા જમા કરવા પડશે
5 વર્ષમાં 1 લાખ રૂપિયા સુધી પહોંચવા માટે દર મહિને આશરે 1407 રૂપિયા જમા કરવા પડશે
સીનિયર સિટીઝન માટે સમાન રકમ પ્રાપ્ત કરવા માટે 3 વર્ષ માટે 2480 રૂપિયા દર મહિને અને 5 વર્ષ માટે 1389 રૂપિયા દર મહિને જમા કરવાના હોય છે.
પહેલા બંધ કરી દો તો શું થશે?
જો તમે હર ઘર લખપતિ આરડી સ્કીમને નક્કી સમય પહેલા બંધ કરાવો છો તો કેટલીક શરતો લાગૂ થશે. ₹5 લાખ સુધીની જમા રકમ પર સમય પૂર્વ ઉપાડ પર 0.50 ટકા પેનલ્ટી, જ્યારે 5 લાખથી વધુની રકમ પર તે પેનલ્ટી 1 ટકા લગાવવામાં આવશે. તેવા મામલામાં વ્યાજદર તે દર પર મળશે જે સ્કીમમાં જાહેર દરથી પેનલ્ટી ઘટાડી કાઢવામાં આવે કે સ્કીમના દરમાંથી ઘટી જાય, જે પણ ઓછો હોય. (નોટઃ આ આર્ટિકલ માત્ર જાણકારી માટે છે અને તેને કોઈ રીતે રોકાણની સલાહના રૂપમાં ન માનવામાં આવે. રોકાણ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ લો)