)
નવી દિલ્હીઃ સ્વતંત્રતા દિવસ પર ફાઈનાન્સ મિનિસ્ટ્રી (Finance Ministry) એ મોટી જાહેરાત કરી છે. નાણા મંત્રાલયે શુક્રવારે કહ્યું કે તેણે મંત્રીઓના સમૂહ (ગ્રુપ ઓપ મિનિસ્ટર્સ) ને બે સ્લેબવાળી જીએસટી સિસ્ટમ અને તેની સાથે પસંદગીની વસ્તુઓ માટે સ્પેશિયલ રેટ્સ (Special Rates) નો પ્રસ્તાવ આપ્યો છે. મહત્વનું છે કે મેરિટ અને સ્ટાન્ડર્ડ સ્લેબનો પ્રસ્તાવ નાણા મંત્રાલયે ગ્રુપ ઓફ મિનિસ્ટર્સને મોકલ્યો છે.
આજે સવારે પીએમ મોદીએ લાલ કિલ્લા પરથી પોતાના ભાષણમાં દિવાળી પર જીએસટીની ભેટ આપવાની જાહેરાત કરી હતી. પોતાના ભાષણમાં પીએમ મોદીએ કહ્યુ હતુ કે તેમની સરકારે જીએસટીમાં ઘણા મોટા રિફોર્મ કર્યાં છે.
ખતમ થઈ જશે 4 સ્લેબ?
કેન્દ્રએ વસ્તુ તથા સેવા કર (જીએસટી) સિસ્ટમ હેઠળ બે સ્લેબ- મેરિટ અને સ્ટાન્ડર્ડનો પ્રસ્તાવ આપ્યો છે. સ્પેશિયલ રેટ્સ માત્ર કેટલીક વસ્તુઓ પર લાગૂ થશે. આ સમયે જીએસટી 5, 12, 18 અને 28 ટકા લાગે છે. તેવામાં જો આ પ્રસ્તાવને મંજૂરી મળે છે તો જૂના જીએસટી સ્લેબથી છૂટકારો મળી શકે છે.
કઈ વાતો પર રહેશે ફોકસ
આજે સવારે પીએમ નરેન્દ્ર મોદીએ 79મા સ્વતંત્રતા દિવસના અવસર પર કહ્યુ કે જીએસટી સુધાર દિવાળી સુધી લાગૂ થઈ જશે, જેનાથી ટેક્સનું ભારણ ઓછું થશે અને નાના ઉદ્યોગોને લાભ થશે. આ જાહેરાત બાદ નાણા મંત્રાલયે કહ્યું કે જીઓએમની સાથે શેર કરવામાં આવેલો કેન્દ્રનો પ્રસ્તાવ ત્રણ બિંદુઓ પર આધારિત છે.
1. સ્ટ્રક્ચરલ સુધાર
2. રેટ્સમાં સુધાર
3. જીવનને સરળ બનાવવું
સપ્ટેમ્બરમાં યોજાઈ શકે છે જીએસટી કાઉન્સિલની બેઠક
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતાવાળી જીએસટી કાઉન્સિલની બેઠક સપ્ટેમ્બરમાં યોજાવાની આશા છે, જેમાં રેટ્સને તર્કસંગત બનાવવા માટે મંત્રીસમૂહના પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે.