નાની બેંકોનો મોટો ધમાકો...ફિક્સ ડિપોઝિટ પર આપી રહી છે 9 ટકાથી વધુ વ્યાજ
Fixed Deposit : રેપો રેટમાં ઘટાડા બાદ ફિક્સ ડિપોઝિટ એટલે કે FD પરનું વ્યાજ પણ ઘટી ગયું છે. જો કે, કેટલીક બેંકો હજુ પણ વરિષ્ઠ નાગરિકોને એફડી પર પ્રમાણમાં વધુ વ્યાજ દર ઓફર કરી રહી છે.
Trending Photos
Fixed Deposit : રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા 9 એપ્રિલે રેપો રેટમાં 25 બેસિસ પોઈન્ટ્સ (bps)નો ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી ઘણી બેંકોએ ફિક્સ્ડ ડિપોઝિટ (FD) અને બચત ખાતા પરના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો છે. જો કે, કેટલીક બેંકો હજુ પણ ફિક્સ્ડ ડિપોઝિટ પર વધુ વ્યાજ ઓફર કરી રહી છે. ખાસ કરીને વરિષ્ઠ નાગરિકો માટે FD નફાકારક સોદો છે.
વ્યાજ દરોમાં સતત ઘટાડા વચ્ચે કેટલીક નાની ફાઇનાન્સ બેંકો હજુ પણ વરિષ્ઠ નાગરિકોને FD પર આકર્ષક વ્યાજ દર ઓફર કરી રહી છે. જો તમે વરિષ્ઠ નાગરિક છો અને ફિક્સ ડિપોઝિટ પર આકર્ષક વ્યાજ ઈચ્છો છો, તો આમાંથી કોઈપણ બેંક સારી પસંદગી બની શકે છે. તમને જણાવી દઈએ કે રેપો રેટમાં ઘટાડા બાદ લોન સસ્તી થઈ ગઈ છે. તો FD પર વ્યાજ ઘટી રહ્યું છે.
કઈ બેંક કેટલું વ્યાજ ચૂકવે છે ?
નોર્થઇસ્ટ સ્મોલ ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષની મુદત સાથે FD પર 9% સુધીના વ્યાજ દરો ઓફર કરે છે. તેવી જ રીતે Jana સ્મોલ ફાઇનાન્સ બેંક અને સૂર્યોદય સ્મોલ ફાઇનાન્સ બેંક વરિષ્ઠ નાગરિકો માટે ત્રણ વર્ષની મુદતની FD પર 8.75% સુધી વ્યાજ ઓફર કરે છે. તો યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકમાં વરિષ્ઠ નાગરિકો માટે વ્યાજ દર 8.65% સુધી છે. જ્યારે ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં વરિષ્ઠ નાગરિકોને ત્રણ વર્ષની મુદતવાળી FD પર 8.25% સુધીનું વ્યાજ મળે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે