ચોમાસામાં કરાવો કારનું ફ્રી ચેકઅપ, આ કાર કંપનીનું જબરદસ્ત કેમ્પેઇન

કંપની 15 જુલાઈથી 25 જુલાઇ સુધી આ તક આપી રહી છે

ચોમાસામાં કરાવો કારનું ફ્રી ચેકઅપ, આ કાર કંપનીનું જબરદસ્ત કેમ્પેઇન

મુંબઈ : દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની તાતા મોટર્સ દ્વારા ચોમાસામાં પોતાના ગ્રાહકોને ગાડીની ફ્રી તપાસ કરવાની ઓફર કરી છે. કંપનીએ શનિવારે કહ્યું છે કે તે આગામી 15 જુલાઇથી 25 જુલાઈ સુધી ગ્રાહકોને આ નિશુલ્ક ફેસિલિટી આપશે. આમાં ગ્રાહક ગાડીનું ફ્રી ચેકઅપ કરવામાં આવશે. આ ઓફર મારફત કંપની તાતા મોટર્સ સર્વિસનું બ્રાન્ડિંગ કરશે તેમજ અલગઅલગ સ્કીમનું પ્રમોશન કરશે. 

આ પ્રસંગે તાતા મોટર્સના સિનિયર જનરલ મેનેજરે કહ્યું છે કે તાતા મોટર્સ માટે કસ્ટમર સર્વિસ બિઝનેસનો મોટો હિસ્સો છે. અમે ગ્રાહકોને શ્રેષ્ઠ સર્વિસ આપવા માટે કેમ્પેઇન ચલાવી રહ્યા છીએ. અમે ઇચ્છીએ છીએ કે સમય પ્રમાણે બદલાતી માગ વચ્ચે ગ્રાહકોની જરૂરિયાત સમય પ્રમાણે પુરી કરવામાં આવે. આ મોન્સુન કેમ્પેઇનમાં પ્રવાસી કારથી માંડીને તમામ કોમર્શિયલ કારના ચેકઅપની સુવિધા આપવામાં આવશે. 

તાતા મોટર્સના આ મોન્સુન કેમ્પેઇનમાં ગ્રાહકોને રોડ સાઇડ અસિસ્ટેન્સ પોલીસીમાં ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય સ્પેર પાર્ટસ, લેબર ચાર્જ, ઓઇલ ટોપ કે પછી ઓઇલ ચેન્જમાં છુટછાટ મળશે. આ કેમ્પેઇનમાં ગ્રાહકોને ઓઇલ અને લ્યુબ્સ પર 10 ટકા સુધી ડિસ્કાઉન્ટ મળશે. આ સિવાય ફ્રીમાં કાર ટોપ વોશ કરાવી શકાશે તેમજ પિક અપ અને ડ્રોપની ફેસિલિટી પણ મળશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news