1 જૂલાઇથી બેંકિગ નિયમોમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી

દેશમાં આગામી 1 જૂલાઈથી બેંકિંગ નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. આ ફેરફારોથી તમારા જીવન પર ઘણી અસર પડવાની સંભાવના છે. આ ફેરફાર બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઇને એટીએમથી પૈસા કાઢવા અને ઓછામાં ઓછું બેલેન્સ સાથે જોડાયેલી છે.

1 જૂલાઇથી બેંકિગ નિયમોમાં થઈ રહ્યો છે મોટો ફેરફાર, તમારા માટે જાણવું જરૂરી

નવી દિલ્હી: દેશમાં આગામી 1 જૂલાઈથી બેંકિંગ નિયમોમાં કેટલાક મોટા ફેરફારો થવા જઈ રહ્યાં છે. આ ફેરફારોથી તમારા જીવન પર ઘણી અસર પડવાની સંભાવના છે. આ ફેરફાર બેંકમાં જમા રકમ પર મળતા વ્યાજથી લઇને એટીએમથી પૈસા કાઢવા અને ઓછામાં ઓછું બેલેન્સ સાથે જોડાયેલી છે.

એટીએમ ટ્રાન્જેક્શન પર નહીં મહે છૂટ
બુધવારથી તમામ બેંકોના ખાતેદારોને એટીએમથી કેસ ટ્રાન્જેક્શન કરવા પર કોઈ પ્રકારની છૂટ મળશે નહીં. પહેલાની જેમ દર મહિને માત્ર મેટ્રો સીટીમાં 8 અને નોન મેટ્રો સીટીમાં 10 ટ્રાન્જેક્શન જ લોકો કરી શકશે. કોરોના વાયરસના કારણે પહેલા લોકોને એટીએમથી અમર્યાદિત રકમ ઉપાડવાની સુવિધા આપવામાં આવી હતી.

ફરીથી ખાતામાં રાખવું પડશે ઓછામાં ઓછું બેલેન્સ
સરકારે હાલ 30 જૂન સુધી બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવાની સુવિધા આપી હતી. જો કે, હવેથી આ સુવિધા પણ મળવાની બંધ થઈ જશે. એવામાં ખાતેદારોને તેમની બેંકોના નિયમ અનુસાર હિસાબથી દર મહિને બચત ખાતામાં ઓછામાં ઓછું બેલેન્સ રાખવું પડશે. ઓછામાં ઓછું મહિનાનું બેલેન્સ મેન્ટેન રાખવાની જરૂરીયાતને લોકડાઉન દરમિયાન દૂર કરવામાં આવી હતી. મેટ્રો સીટી, શહેર અને ગ્રામિણ વિસ્તારમાં જૂદા જુદા મિનિમમ બેલેન્સ ચાર્જ લાગે છે.

મળશે ઓછું વ્યાજ
સૌથી મોટો ફટકો ગ્રાહકોને ખાતા પર મળતા વ્યાજ પર પડ્યો છે. મોટાભાગની બેંક બચત ખાતામાં મળતા વ્યાજમાં ઘટાડો કરી દેશે. પંજાબ નેશનલ બેંકના ખાતેદારોને મળતા વ્યાજમાં 0.50 ટકાનો ઘટાડો કરવામાં આવશે, જ્યારે અન્ય સરકારી બેંકોમાં પણ મહત્મ 3.25 ટકા વ્યાજ મળશે.

ખાતા થશે ફ્રીઝ
આ સાથે જ 1 જૂલાઇથી કેટલીક બેંકોમાં ડોક્યૂમેન્ટ જમા નહીં કરાવા પર લોકોના ખાતા ફ્રીઝ કરવામાં આવશે. બેંક ઓફ બરોડાની સાથે જ વિજ્યા બેંક અને દેના બેંકમાં પણ આ નિયમ લાગુ થયા છે. ઉલ્લેખનીય છે કે, વિજ્યા અને દેના બેંકને બેંક ઓફ બરોડામાં મર્જ કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news