Adani Group : આ કંપની ખરીદવાની તૈયારી કરી રહ્યું છે અદાણી ગ્રૂપ, એપ્રિલ સુધીમાં થઈ શકે છે સોદો

Adani Group : અદાણી ગ્રૂપ વધુ એક કંપની ખરીદવાની તૈયારી કરી રહ્યું છે. જો અદાણી ગ્રૂપ આ કંપની ખરીદશે તો તેનો પોર્ટફોલિયો વિસ્તરશે. અદાણી ગ્રુપ રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા સોદાની તૈયારી કરી રહ્યું છે. 
 

Adani Group : આ કંપની ખરીદવાની તૈયારી કરી રહ્યું છે અદાણી ગ્રૂપ, એપ્રિલ સુધીમાં થઈ શકે છે સોદો

Adani Group : ગૌતમ અદાણી ગ્રુપ રિયલ એસ્ટેટ સેક્ટરમાં મોટા સોદાની તૈયારી કરી રહ્યું છે. અદાણી ગ્રૂપ દુબઈ સ્થિત ડેવલપર એમાર ગ્રૂપના ભારતીય યુનિટને 1.4 બિલિયન ડોલરના સંભવિત એન્ટરપ્રાઈઝ મૂલ્યમાં ખરીદવા માટે વાટાઘાટો કરી રહ્યું છે. આ ડીલ એપ્રિલ સુધીમાં પૂર્ણ થવાની આશા છે.

શું છે પ્લાન ?

મીડિયા રિપોર્ટ અનુસાર, અદાણી ગ્રીપ અને એમ્માર દ્વારા ટ્રાન્ઝેક્શન સ્ટ્રક્ચરની ચર્ચા કરવામાં આવી રહી છે. આ સોદામાં અદાણીની અનલિસ્ટેડ એન્ટિટી દ્વારા આશરે 400 મિલિયન ડોલરની ઇક્વિટીનો સમાવેશ થઈ શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર એપ્રિલ સુધીમાં સમજૂતી થઈ શકે છે પરંતુ વાતચીત ચાલુ હોવાથી કરારની કોઈ ખાતરી નથી. જો કે અદાણી ગ્રુપ અને એમ્માર તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. જાન્યુઆરીની શરૂઆતમાં, એમ્મારે કહ્યું હતું કે તે અદાણી સહિતના કેટલાક ભારતીય જૂથો સાથે એમ્માર ઈન્ડિયા લિમિટેડના સંભવિત હિસ્સાના વેચાણ અંગે ચર્ચા કરી રહી છે.

અદાણીનો પોર્ટફોલિયો વિસ્તરશે

Emaar યુનિટના અધિગ્રહણથી ભારતમાં અદાણીના રિયલ એસ્ટેટ પોર્ટફોલિયોનું વિસ્તરણ થશે. Emaar India નવી દિલ્હી, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને રાજસ્થાન સહિતના સ્થળોએ રહેણાંક અને વ્યાપારી પ્રોજેક્ટ્સ વિકસાવી રહી છે. તેની વેબસાઈટ મુજબ કંપની 24 મિલિયન ચોરસ ફૂટ મિલકત ધરાવે છે અને 61 મિલિયન ચોરસ ફૂટ વિસ્તાર વિકાસ હેઠળ છે.

તમને જણાવી દઈએ કે અદાણી ગ્રૂપ ધારાવીનું રિડવલેપમેન્ટ કરી રહ્યું છે, જે એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટીઓમાંની એક છે. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ પ્રાઇવેટ લિમિટેડ (હવે નવભારત મેગા ડેવલપર્સ પ્રાઇવેટ લિમિટેડ)માં 80 ટકા હિસ્સો ધરાવે છે જ્યારે બાકીનો હિસ્સો રાજ્ય સરકાર પાસે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news