ગુજરાતી ન્યૂઝBusiness1125 રૂપિયાથી તૂટી 117 પર આવી ગયો આ શેર, માલિકની કરતૂતની આ રીતે ખુલી પોલ

1125 રૂપિયાથી તૂટી 117 પર આવી ગયો આ શેર, માલિકની કરતૂતની આ રીતે ખુલી પોલ

ભારતીય શેર બજારમાં એક કંપની ખૂબ ચર્ચામાં છે. આ કંપનીનું નામ જેનસોલ એન્જિનિયરિંગ છે. કંપનીના શેરની કિંમતમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. માલિકોની કરતૂતો સામે આવ્યા બાદ ઈન્વેસ્ટરોએ રડવાનો વારો આવ્યો છે.
 

1125 રૂપિયાથી તૂટી 117 પર આવી ગયો આ શેર, માલિકની કરતૂતની આ રીતે ખુલી પોલ

નવી દિલ્હીઃ દેશના રિન્યુએબલ એનર્જી સેક્ટરના પોસ્ટરબોય રહેલા અનમોલ સિંહ જગ્ગી અને પુનીત સિંગ જગ્ગીની કંપનીજ જેનસોલ એન્જિનિયરિંગના શેરની ખરાબ સ્થિતિ છે. કંપનીના શેર પોતાના 52 સપ્તાહના હાઈ સ્તરથી 90 ટકા તૂટી ગયા છે. જેનસોલ એન્જિનિયરિંગના શેર 24 જૂને 1125.75 રૂપિયા પર હતા. કંપનીનો શેર ગુરૂવાર 17 એપ્રિલ 2025ના 5 ટકા તૂટી 117.50 રૂપિયા પર બંધ થયો છે. બજાર નિયામક સેબીએ કથિત ફંડ ડાયવર્ઝનને લઈને જગ્ગી બંધુઓના સિક્યોરિટી માર્કેટ્સ સુધી પહોંચ અને લિસ્ટેડ કંપનીઓમાં કોઈ ડાયરેક્ટર કે મહત્વની ભૂમિકા પર પ્રતિબંધ લગાવ્યો છે. સેબીએ આ પ્રતિબંધ લગાવતા પહેલા ઘણી ગડબડીઓનો ખુલાસો કર્યો હતો. તેમાં કેટલીક ખામીઓ કંપની તરફથી કરવામાં આવેલા ડિસક્લોઝર સાથે જોડાયેલી હતી.

કંપનીના ડિસક્લોઝરમાં મળી ખામીઓ
વચગાળાના આદેશમાં, નિયમનકાર સેબીએ જણાવ્યું હતું કે તેને જેનલોસ એન્જિનિયરિંગ દ્વારા તાજેતરમાં લોંચ કરવામાં આવેલા ઇલેક્ટ્રિક વાહન અને પુણેમાં ઉત્પાદન પ્લાન્ટ માટે 30,000 પ્રી-ઓર્ડર સંબંધિત જાહેરાતોમાં અનિયમિતતા મળી છે. SEBIએ જૂન 2024 માં કંપની અને તેના સ્થાપકો સામે શેરના ભાવમાં હેરાફેરી અને કંપની પાસેથી ભંડોળના ડાયવર્ઝન અંગેની ફરિયાદ મળ્યા બાદ તપાસ શરૂ કરી હતી.

Add Zee News as a Preferred Source

પ્રી-ઓડર્સને બાદમાં ગણાવ્યું MoU
ઈન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025માં પ્રદર્શિત કરાયેલા કંપનીના ઈલેક્ટ્રિક વાહનોના 30,000 યુનિટના પ્રી-ઓર્ડર અંગે જેન્સોલ એન્જિનિયરિંગે 28 જાન્યુઆરી, 2025ના રોજ એક્સચેન્જો સમક્ષ ખુલાસો કર્યો હતો. જ્યારે કંપની પાસેથી સંબંધિત દસ્તાવેજો માંગવામાં આવ્યા હતા, ત્યારે જાણવા મળ્યું હતું કે પ્રી-ઑર્ડર 30000 યુનિટના યુનિટના હતા. જેનલોસ એન્જિનિયરિંગે 9 એકમો સાથે 29000 કાર માટે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એમઓયુમાં કિંમત અથવા ડિલિવરી શેડ્યૂલની કોઈ વિગતો નહોતી. પ્રથમ દૃષ્ટિએ, એવું જણાયું હતું કે આ દાવાઓ ભ્રામક હતા.

પ્લાન્ટમાં હતા માત્ર બે-ત્રણ મજૂર
નેશનલ સ્ટોક એક્સચેન્જના એક કર્મચારીએ 9 એપ્રિલે કંપનીના પ્લાન્ટની મુલાકાત લીધી, જેમાં ચોંકાવનારી ખામીઓ સામે આવી હતી. આ પ્લાન્ટ પુણેના ચાકન એરિયામાં હતો. પ્લાન્ટમાં પહોંચવા પર અધિકારીને જાણવા મળ્યું કે ત્યાં કોઈ મેન્યુફેક્ચરિંગ એક્ટિવિટી ચાલી રહી નથી. પ્લાન્ટમાં માત્ર બે-ત્રણ મજૂર હતા. એનએસઈ ઓફિસરે બાદમાં ઈલેક્ટ્રિસિટી બિલની વિગતો માંગી અને જાણવા મળ્યું કે છેલ્લા 12 મહિના દરમિયાન બિલનું મેક્સિમમ અમાઉન્ટ ડિસેમ્બર 2024માં 1,57,037 રૂપિયા હતું. આ વાત બિઝનેસટુડેના એક રિપોર્ટમાં કહેવામાં આવી છે. નિયામક સંસ્થા સેબીએ કહ્યું- તેનાથી અનુમાન લગાવી શકાય છે કે પ્લાન્ટ સાઇટમાં કોઈ મેન્યુફેક્ચરિંગ ગતિવિધિ ચાલી રહી નથી, આ પ્લાન્ટ એક લીઝ્ડ પ્રોપર્ટી પર છે.

કંપનીએ ઓછા ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદ્યા
જેનસોલ એન્જિનિયરિંગને ઇન્ડિયન રિન્યુએબલ એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (IREDA) અને પાવર ફાઇનાન્સ કોર્પોરેશન (PFC) પાસેથી રૂ. 977.75 કરોડની ટર્મ લોન મળી હતી. આ લોનની રકમમાંથી રૂ. 663.89 કરોડ 6400 ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે હતા. જેનસોલ એન્જિનિયરિંગે આ રકમના 20% ઇક્વિટી યોગદાન આપવાનું હતું. એટલે કે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી માટે કુલ રકમ રૂ. 829.86 કરોડ હતી. જોકે, કંપનીએ રૂ. 567.73 કરોડનો ખર્ચ કરીને માત્ર 4704 ઈલેક્ટ્રિક વાહનો જ ખરીદ્યા છે. બાકીના રૂ. 262.13 કરોડ એક વર્ષ સુધી બિનહિસાબી રહ્યા. જેનસોલ એન્જિનિયરિંગે પણ કથિત રીતે IREDA અને PFC ના 'કોઈ ઓવરડ્યુ' પત્રોની હેરફેર કરી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Dhaval Gokani

ધવલ ગોકાણી એક અનુભવી પત્રકાર છે, સ્પોર્ટસ, રાજનીતિ, બિઝનેસ, 'ટેક્નોલોજી, હેલ્થ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય સમાચાર પર પક્કડ ધરાવવાની સાથે તેમની પાસે મેઈન સ્ટ્રીમ મીડિયામાં પત્રકારત્વ ક્ષેત્રનો 11 વર

...और पढ़ें

Trending news