ઇમરજન્સીમાં આ ખાતામાં તાત્કાલીક મળશે 1 લાખ રૂપિયા, જાણો કેવી રીતે મળશે પૈસા; આ રહી સંપૂર્ણ પ્રક્રિયા

EPFO Advance: કોરોના મહામારીના દોરમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, પૈસાની ક્યારે જરૂર પડશે તે ખબર નથી. આવી સ્થિતિમાં કેટલાક ઉપાયો વિશે માહિતી રાખવી હંમેશા ફાયદાકારક છે. જેમ EPFO તેના સબ્સક્રાઈબર્સને ઘણી સારી સુવિધા આપી રહ્યું છે. જો તમને પૈસાની જરૂર હોય તો તમે માત્ર એક કલાકમાં તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. તમે એકદમ બરોબર વાંચ્યું છે. હવે તમે Employees Provident Fund (EPF) માંથી એક લાખ રૂપિયા એડવાન્સ પીએફ બેલેન્સમાંથી (PF Balance) ઉપાડી શકો છો. આવો જાણીએ કે જો તમને ઇમરજન્સીમાં નાણાંની જરૂર હોય તો તમે આ સુવિધાનો લાભ કેવી રીતે લઈ શકો.

Updated By: Aug 3, 2021, 08:31 PM IST
ઇમરજન્સીમાં આ ખાતામાં તાત્કાલીક મળશે 1 લાખ રૂપિયા, જાણો કેવી રીતે મળશે પૈસા; આ રહી સંપૂર્ણ પ્રક્રિયા

નવી દિલ્હી: EPFO Advance: કોરોના મહામારીના દોરમાંથી આપણે પસાર થઈ રહ્યા છીએ, પૈસાની ક્યારે જરૂર પડશે તે ખબર નથી. આવી સ્થિતિમાં કેટલાક ઉપાયો વિશે માહિતી રાખવી હંમેશા ફાયદાકારક છે. જેમ EPFO તેના સબ્સક્રાઈબર્સને ઘણી સારી સુવિધા આપી રહ્યું છે. જો તમને પૈસાની જરૂર હોય તો તમે માત્ર એક કલાકમાં તમારા પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો. તમે એકદમ બરોબર વાંચ્યું છે. હવે તમે Employees Provident Fund (EPF) માંથી એક લાખ રૂપિયા એડવાન્સ પીએફ બેલેન્સમાંથી (PF Balance) ઉપાડી શકો છો. આવો જાણીએ કે જો તમને ઇમરજન્સીમાં નાણાંની જરૂર હોય તો તમે આ સુવિધાનો લાભ કેવી રીતે લઈ શકો.

હોસ્પિટલમાં દાખલ થતાં જ મળશે 1 લાખ રૂપિયા
EPF સભ્યો અચાનક આવેલી કોઇપણ તબીબી ઇમરજન્સીના કિસ્સામાં તરત જ તેમના પીએફ બેલેન્સમાંથી 1 લાખ રૂપિયાનું એડવાન્સ ઉપાડી શકે છે. આ માટે તેમને કોઈપણ પ્રકારના બિલ (Cost Estimate) આપવાની જરૂર રહેશે નહીં. 1 જૂનના રોજ EPFO ​​એ એક પરિપત્ર બહાર પાડ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે કોરોના સહિત અન્ય કોઈપણ પ્રકારના જીવલેણ રોગોની સારવાર માટે અચાનક હોસ્પિટલમાં દાખલ થવાના કિસ્સામાં 1 લાખ રૂપિયાનું આ મેડિકલ એડવાન્સ આપવામાં આવશે. ઇપીએફના સભ્યો માટે આ નવી સુવિધા શરૂ કરવામાં આવી છે, જેમાં હોસ્પિટલમાં દાખલ થતાં જ તમને 1 લાખ રૂપિયા મળશે.

આ પણ વાંચો:- Upcoming IPO: શેર બજારમાં કમાણીની તક, 4થી 6 ઓગસ્ટ વચ્ચે ચાર મોટી કંપનીના IPO આવશે, જાણો વિગત

કેવી રીતે મળશે પૈસા?
અગાઉ પણ EPFO ​​તબીબી કટોકટી સમયે EPF માંથી નાણાં ઉપાડી શકાય હતા. પરંતુ આ માટે તમારે મેડિકલ બિલ જમા કરાવવું પડતું હતું. ત્યારબાદ જ તમને એડવાન્સ મળે છે. આ નવા નિયમમાં તમારે કોઈ એડવાન્સ બિલ સબમિટ કરવાની જરૂર નથી. તમારે ફક્ત અરજી કરવાની છે અને પૈસા તમારા ખાતામાં ટ્રાન્સફર થઈ જશે.

આ પણ વાંચો:- Gold Latest Prices: 3-5 વર્ષોમાં સોનીની કિંમત થઈ જશે ડબલ! જાણો ક્યાં સુધી પહોંચશે ભાવ?

આ રહીં સમગ્ર પ્રક્રિયા
1. PF ખાતામાંથી પૈસા ઉપાડવા માટે, તમે પહેલા www.epfindia.gov.in વેબસાઇટના હોમ પેજ પર જાઓ.
2. હવે COVID-19 ટેબ હેઠળ ઉપરના જમણા ખૂણામાં ઓનલાઈન એડવાન્સ ક્લેમ પર ક્લિક કરો.
3. તમે ઓનલાઇન સેવાઓ પર જાઓ અને દાવો કરો (ફોર્મ -31,19,10 સી અને 10 ડી)
4. હવે તમારા બેંક ખાતાના છેલ્લા 4 અંકો દાખલ કરો અને ખાતરી કરો.
5. આ પછી Proceed for Online Claim પર ક્લિક કરો.
6. હવે ડ્રોપ ડાઉન (ફોર્મ 31) માંથી PF Advance પસંદ કરો.
7. આ પછી તમે તમારું કારણ પસંદ કરો.
8. હવે તમે જે રકમ ઉપાડવા માંગો છો તે દાખલ કરો અને ચેકની સ્કેન કરેલી કોપી અપલોડ કરો અને તમારું સરનામું દાખલ કરો.
9. આ પછી 'Get Aadhaar OTP' પર ક્લિક કરો અને આધાર લિંક્ડ મોબાઇલ પર પ્રાપ્ત OTP લખો.
10. હવે તમારો દાવો દાખલ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો:- PM કિસાન સન્માન યોજના: આ ખેડૂતોને નહીં મળે 2000 રૂપિયા, જાણો શું છે કારણ?

એડવાન્સ બિલ બતાવવાની જરૂરિયાત નથી
આ પહેલા EPFO એ મેડિકલ ઇમર્જન્સી માટે EPF ખાતામાંથી એડવાન્સ લેવાની મંજૂરી આપી હતી. પરંતુ, આ રકમ ખર્ચના અંદાજના (Cost Estimate) આધારે અથવા મેડિકલ બિલના રીમ્બર્સમેન્ટ બાદ મળતી હતી. પરંતુ હવે મેડિકલ એડવાન્સ તેનાથી એકદમ અલગ છે. તેના માટે EPF મેમ્બરને કોઈ બિલ અથવા એડવાન્સ ખર્ચ બતાવવાની જરૂરિયાત નથી. માત્ર એપ્લાય કરવાની જરૂરિયા છે અને રકમ એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જશે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube