FASTag KYC: 31 માર્ચ પહેલા FASTag માટે KYC કરાવો, નહીં તો પડી શકે છે મુશ્કેલી!
RBI ના નિયમો મુજબ NHAI એ એક વાહન, એક FASTag નિયમ લાગુ કર્યો છે, જેથી કોઈ વાહન માટે એકથી વધારે FASTagનો ઉપયોગને રોકી શકાય. FASTag માટે KYC અપડેટ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ નક્કી કરવામાં આવી છે.
Trending Photos
જો તમે પણ ડ્રાઇવિંગ કરતી વખતે FASTag નો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ FASTag યૂઝર્સ માટે KYC અપડેટ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ, 2025 નક્કી કરી છે અને જો આ તારીખ સુધીમાં તમારું KYC અપડેટ કરવામાં નહીં આવે, તો તમારું FASTag નિષ્ક્રિય થઈ જશે અથવા બ્લેકલિસ્ટ થઈ જશે, પછી ભલે તમારા ખાતામાં પૈસા હોય. એટલા માટે આ કામ સૌથી પહેલા આજે જ કરો, નહીં તો પછીથી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.
શા માટે જરૂરી છે FASTag KYC?
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના નિયમો મુજબ, NHAI એ 'એક વાહન, એક FASTag' નિયમ લાગુ કર્યો છે, જેથી કોઈ વાહન માટે એકથી વધારે FASTag ને રોકી શકાય. આ ઉદ્દેશ્ય ટોલ સંગ્રહ પ્રણાલીને વધુ પ્રભાવી બનાવવા અને ટોલ પ્લાઝા પર સમય ઘટાડો કરવા માટે છે. સફર દરમિયાન FASTagનો ઉપયોગ પ્રવાસ દરમિયાન મુશ્કેલીઓ પડે છે, એટલા માટે તેના સાથે જોડાયેલા નિયમોનું પાલન કરવું પણ ફરજિયાત છે.
FASTag શું છે?
FASTag રેડિયો ફ્રિકવન્સી આઇડેન્ટિફિકેશન (RFID) ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે, જે તમારા લિંક કરેલા એકાઉન્ટમાંથી ડાયરેક્ટ ટોલ પેમેન્ટની મંજૂરી આપે છે. વાહનની વિન્ડસ્ક્રીન પર FASTag સ્ટીકર લગાવવામાં આવે છે જેથી કરીને આપમેળે ટોલ કપાઈ શકે. મુસાફરી દરમિયાન કોઈપણ સમસ્યાને ટાળવા માટે, 31 માર્ચ, 2025 પહેલા તમારું FASTag KYC અપડેટ કરો. આમ કરવાથી તમારે લાઈનમાં ઊભા રહેવાની જરૂર નહીં પડે અને તમારો સમય અને પૈસાની પણ બચત થશે.
FASTag KYC આ રીતે કરો અપડેટ
સૌથી પહેલા NHAI FASTag પોર્ટલ પર જાઓ. તે પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર અને OTP નો ઉપયોગ કરીને લોગિન કરો. My Profile પર જાઓ અને KYC” ટેબને સિલેક્ટ કરો અને પોતાની જાણકારી અપડેટ તકો. બેંકો દ્વારા જારી કરાયેલ FASTag માટે KYC NETC FASTag વેબસાઈટ પર જાવ. યાદીમાંથી પોતાના FASTag જાહેર કર્યું હોય તે બેંકને પસંદ કરો. પોતાની બેંકના FASTag પોર્ટલમાં લોગિન કરો. પોતાની KYC જાણકારી ઓનલાઈન અપડેટ કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે