)
PVC Voter ID: ભારતમાં મતદાર ઓળખ કાર્ડ ફક્ત ચૂંટણીમાં મતદાન કરવા માટે જરૂરી નથી, પરંતુ તે એક મહત્વપૂર્ણ ઓળખ કાર્ડ પણ છે. અત્યાર સુધી, લોકો પાસે જે કાર્ડ હતું તે કાગળનું બનેલું હતું અને ઝડપથી બગડી જતું હતું. ઘણી વખત પાણીના સંપર્કમાં આવવાથી, ફાટી જવાથી અથવા ખોવાઈ જવાને કારણે લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડતો હતો.
આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચ (ECI) એ એક નવું PVC Voter ID Card લોન્ચ કર્યું છે. તે પ્લાસ્ટિકનું બનેલું છે અને એટીએમ અથવા ડેબિટ કાર્ડ જેવું જ છે. તેની ડિઝાઇન મોર્ડન છે અને સુરક્ષા માટે તેમાં હોલોગ્રામ, માઇક્રોટેક્સ્ટ અને QR કોડ જેવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે.
કાર્ડ ખરાબ થવાનો હવે કોઈ ટેન્શન નહીં
નવું PVC કાર્ડ ટકાઉ છે અને તેને સરળતાથી ખિસ્સા કે પર્સમાં રાખી શકાય છે. કાગળના કાર્ડની જેમ તે સરળતાથી ફાટશે નહીં કે પાણીથી ખરાબ થશે નહીં. સૌથી મોટી સુવિધા એ છે કે તમે તેને ઘરેથી ઓનલાઈન ઓર્ડર કરી શકો છો અને ચૂંટણી પંચ તેને સીધા તમારા સરનામે મોકલી દેશે. તમને જણાવી દઈએ કે જેમની પાસે પહેલાથી જ મતદાર ઓળખપત્ર છે અને તેઓ નવું પીવીસી કાર્ડ ઇચ્છે છે અને તાજેતરમાં રજીસ્ટ્રેશન કરાવેલા નવા મતદારો પણ આ કાર્ડ માટે અરજી કરી શકે છે. જેમનું જૂનું કાર્ડ ફાટેલું, ખોવાઈ ગયું અથવા ક્ષતિગ્રસ્ત થયું છે તેઓ પણ આ કાર્ડ મેળવી શકે છે.
કેવી રીતે અરજી કરવી
PVC Voter ID માટે અરજી કરવી ખૂબ જ સરળ છે. આ 6 પગલાં અનુસરો...
પેંમેન્ટ સફળ થયા પછી તમારા ઓર્ડરની પુષ્ટિ થશે અને ચૂંટણી પંચ લગભગ 15 દિવસની અંદર આ કાર્ડ તમારા સરનામે મોકલી દેશે.
કાર્ડની મુખ્ય વિશેષતાઓ
આ રીતે ફાટેલા કે ક્ષતિગ્રસ્ત મતદાર ઓળખ કાર્ડને વારંવાર બદલવાની કોઈ ઝંઝટ નહીં રહે. તમને એક ટકાઉ અને સ્માર્ટ કાર્ડ મળશે, જે ઘણા વર્ષો સુધી ચાલશે.