)
સોના અને ચાંદીના ભાવમાં ગત વર્ષ 2025માં ભારે ભડકા બાદ વર્ષાંતે ક્રેશની સ્થિતિ સર્જાઈ હતી. પરંતુ હવે નવા વર્ષમાં ફરીથી એકવાર ભાવ ઉછળતા જોવા મળી રહ્યા છે. સપ્તાહના પહેલા કારોબારી દિવસ સોમવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર ઓપનિંગ સાથે જ જ્યાં ચાંદીના ભાવ 13000 રૂપિયાથી વધુ ચડી ગયા ત્યાં સોનું પણ ખુલતાની સાથે જ 2400 રૂપિયાથી વધુ ચડ્યું. અમેરિકા દ્વારા વેનેઝુએલા પર કાર્યવાહીથી ગ્લોબલ ટેન્શન વધ્યું છે અને તેની સીધી અસર સોના ચાંદીના ભાવ પર જોવા મળી રહી છે.
ચાંદીના ભાવ
વાયદા બજાર MCX પર સોમવારે વાયદાની શરૂઆત થતા 5 માર્ચના એક્સપાયરીવાળી ચાંદીનો ભાવ અચાનક તોફાની રીતે ચડવા લાગ્યો. 1 કિલોગ્રામ ચાંદીનો ભાવ ગત અઠવાડિયે લાસ્ટ સેશનમાં 2,36,316 પર ક્લોઝ થયો હતો. જ્યારે નવા અઠવાડિયાના પહેલા દિવસે જોત જોતામાં ઉછળીને 2,49,900 રૂપિયાના લેવલ પર પહોંચી ગયો. એ રીતે જોઈએ તો ચાંદીમાં એક ઝટકે 13,484 રૂપિયાનો વધારો ઝીંકાયો. આ લખાય છે ત્યાં સુધીના લેટેસ્ટ ભાવ જોઈએ તો વાયદા બજારમાં હાલ ચાંદી 2.85 ટકાના વધારા સાથે 243049 રૂપિયા પર જોવા મળી રહી છે.
ઓલટાઈમ હાઈથી હજુ પણ આટલી સસ્તી
સોમવારે આવેલા જોરદાર ઉછાળા છતાં હજુ પણ ચાંદી પોતાના લાઈફ ટાઈમ હાઈના લેવલથી ઘણી નીચે જોવા મળી રહી છે. અત્રે જણાવવાનું કે આ વર્ષની શરૂઆતમાં ચાંદી ઉછળીને 2,54,174 રૂપિયા પ્રતિ કિલોગ્રામના લેવલ સુધી પહોંચી હતી અને છેલ્લા ભાવ 243049ને હાઈ લેવલ સાથે સરખામણી કરીએ તો 11125 રૂપિયા હજુ પણ ચાંદી સસ્તી છે.
સોનું પણ કઈ કમ નથી
એક બાજુ ચાંદી જ્યાં તાબડતોડ તેજીને લઈને ટ્રેડ થતી જોવા મળી રહી છે ત્યાં સોનું પણ જરાય કમ નથી. વાયદા બજારમાં સોનાના ભાવ પર નજર ફેરવીએ તો ગત સપ્તાહના અંતિમ કારોબારી દિવસે 5 ફેબ્રુઆરીએ એક્સપાયર થનારું 24 કેરેટ 10 ગ્રામ સોનું 1,35,761 રૂપિયા પર બંધ થયું હતું. જે સોમવારે શરૂઆતી કારોબારમાં જ 1,38,200 રૂપિયાના લેવલ સુધી પહોંચી ગયું હતું. છેલ્લી માહિતી મુજબ સોનું 1.32 ટકા ઉછળીને 137552 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું છે.
શરાફા બજારમાં સોના ચાંદીના ભાવ
IBJA ના રેટ્સ મુજબ આજે 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 939 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 135721 રૂપિયાના સ્તરે છે જે લાસ્ટ સેશનમાં 134782 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં 2225 રૂપિયાનો નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે અને ભાવ 236775 રૂપિયા પર પહોંચ્યો છે જે લાસ્ટ સેશનમાં 234550 રૂપિયા પર હતો. સોનાના ભાવ કેરેટ પ્રમાણે પણ ચેક કરી લો.
કેરેટ પ્રમાણે ભાવ
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/rbmKwiMxAJ
— IBJA (@IBJA1919) January 5, 2026
સોના-ચાંદીમાં તેજીના કારણો?
જ્યારે પણ ગ્લોબલ ટેન્શન વધે છે તો રોકાણકારો સુરક્ષિત ઠેકાણા તરફ ભાગે છે અને આ માટે સૌથી સેફ હેવન તરીકે સોના અને ચાંદીની ગણતરી થાય છે. સામાન્ય રીતે આ પ્રકારની સ્થિતિમાં બંને ધાતુઓની ડિમાન્ડ વધવાના પગલે તેમના ભાવમાં તગડી તેજી જોવા મળી શકે છે. હવે અમેરિકા દ્વારા વેનેઝુએલા પર થયેલી કાર્યવાહીથી ગ્લોબલ ટેન્શનમાં વધારો થયો છે આથી અચાનક સોનું અને ચાંદી પણ મોંઘા થયા છે.
ભાવ વધવાની હતી આશંકા
હાલમાં જ્યારે અમેરિકાએ વેનેઝુએલા પર સ્ટ્રાઈક કરી તો તે સમયે એક્સપર્ટ્સે સોના અને ચાંદીના ભાવ પર તેની અસર પડવાની શક્યતા વ્યક્ત કરી હતી. ગત સપ્તાહે Ya વેલ્થના ડાયરેક્ટર અનુજ ગુપ્તાએ કહ્યું હતું કે વેનેઝુએલા પર અમેરિકાના હુમલાથી જિયો પોલિટિકલ ટેન્શનમાં વધારો થયો છે. જેની સોમવારે કોમોડિટી માર્કેટ પર અસર જોવા મળશે. તેનાથી કોમોડિટી માર્કેટમાં ટ્રેડ થતી વસ્તુઓના ભાવમાં મોટો વધારો જોવા મળી શકે છે. તેમનું અનુમાન હતું કે સોના, ચાંદી, તાંબા, ક્રૂડ ઓઈલ અને ગેસોલીનની શરૂઆત તેજી સાથે થશે અને આવું જોવા પણ મળ્યું.
નોંધનીય છે કે અમેરિકાએ વેનેઝુએલાના અનેક ઠેકાણાઓ પર પ્રથમ હવાઈ હુમલા કર્યા હતા અને ત્યારબાદ સૈન્ય અભિયાન દવારા દેશના રાષ્ટ્રપતિ નિકોલસ મદુરો અને તેમના પત્નીની ધરપકડ કરી હતી. વેનેઝુએલાના રક્ષા મંત્રી જનરલ વ્લાદિમિર પાડ્રીનો લોપેઝે દાવો કર્યો છે કે અમેરિકી હુમલાના ઓપરેશન 'એબ્સોલ્યૂટ રિઝોલ્વમાં માદુરોની સુરક્ષા ટીમનો એક મોટો હિસ્સો ખતમ કરી દેવાયો છે.
ખાસ નોંધ:
અત્રે જણાવવાનું કે IBJAના ભાવમાં જીએસટી અને મજૂરી સામેલ નથી. ભાવ દિવસમાં બે વાર જાહેર કરાય છે. બપોરે 12 વાગ્યાની આસપાસ ઓપનિંગ રેટ અને સાંજે 5 વાગ્યાની આસપાસ ક્લોઝિંગ રેટ્સ. જાહેર રજાઓ અને શનિવાર તથા રવિવારે ભાવ જાહેર કરાતા નથી.