Gold-Silver: સોના-ચાંદીના ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 14થી 24 કેરેટ સુધીનો ભાવ
"24 કેરેટ સોનું 727 રૂપિયા ઘટીને 93058 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. જ્યારે ચાંદી 801 રૂપિયા ઘટીને 94954 રૂપિયા પ્રતિ કિલો પર ખુલી."
Trending Photos
Gold-Silver Price 20 May: સોની બજારમાં સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનું 727 રૂપિયાના ઘટાડા સાથે 93058 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું. જ્યારે ચાંદી 801 રૂપિયા સસ્તી થઈ 94954 રૂપિયા પ્રતિ કિલોના ભાવે ખુલી હતી. સોની બજારના ભાવ ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (IBJA) એ જાહેર કર્યાં છે, જેમાં જીએસટી સામેલ નથી. બની શકે તે તમારા શહેરમાં તેના ભાવમાં થોડો તફાવત હોય. આઈબીજેએ દ્વારા દિવસમાં બે વખત ભાવ જાહેર કરવામાં આવે છે. એકવાર બપોરે 12 કલાકે અને સાંજે 5 કલાકે. આ બપોરનો ભાવ છે.
ઓપરેશન સિંદૂર બાદ ભાવમાં ઘટાડો
ભારતે 6 મેની રાત્રે ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનમાં કાર્યરત આતંકવાદી ઠેકાણાઓનો નાશ કર્યો હતો. 7 મેના રોજ, બુલિયન બજારમાં સોનું 10 ગ્રામ દીઠ 99493 રૂપિયા અને ચાંદી 96133 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી. ચાર દિવસ પછી, યુદ્ધવિરામની ઘોષણા કરવામાં આવી અને આ સમયગાળા દરમિયાન, સોના અને ચાંદીના ભાવમાં ભારે વધઘટ જોવા મળી. ત્યારથી, સોનું 4435 રૂપિયા સસ્તું થયું છે. જ્યારે ચાંદીના ભાવમાં 1179 રૂપિયાનો ઘટાડો થયો છે.
જીએસટી સાથે શું છે ભાવ
૩ ટકા જીએસટી સાથે, આજે સોનું 95894 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને ચાંદી 97802 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે. બુલિયન બજારોમાં, સોનું તેના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરથી 6042 રૂપિયા સસ્તું થયું છે. 22 એપ્રિલ, 2025 ના રોજ, સોનું 99100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સર્વકાલીન ઉચ્ચતમ સ્તરે હતું.
IBJA ના દરો અનુસાર, 23 કેરેટ સોનું પણ આજે 724 રૂપિયા સસ્તું થયું અને 92685 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું. તે જ સમયે, 22 કેરેટ સોનાનો સરેરાશ હાજર ભાવ બપોરે 12:15 વાગ્યાની આસપાસ 666 રૂપિયા ઘટીને 85241 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો. 18 કેરેટ સોનાનો ભાવ પણ 545 રૂપિયા ઘટીને 70339 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. જ્યારે, 14 કેરેટ સોનાનો ભાવ 425રૂપિયા ઘટીને 54439 રૂપિયા થયો છે.
આ વર્ષે સોનું આશરે 17318 રૂપિયા અને ચાંદી 8937 રૂપિયા મોંઘી થઈ છે. 31 ડિસેમ્બર 2024ના સોનું 76045 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યું હતું અને ચાંદી 85680 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતી. આ દિવસે સોનું 75740 રૂપિયા પર બંધ થયું હતું. તો ચાંદી 86018 રૂપિયા પ્રતિ કિલોપર બંધ થઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે