ગુજરાતી ન્યૂઝBusinessGold Rate Today: બંપર તેજી બાદ ધડાધડ ઘટી ગયા સોનાના ભાવ, ઘટેલા ભાવે સોનું ખરીદવાનું તક, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

Gold Rate Today: બંપર તેજી બાદ ધડાધડ ઘટી ગયા સોનાના ભાવ, ઘટેલા ભાવે સોનું ખરીદવાનું તક, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

Gold Rate In Ahmedabad: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે યુદ્ધ છેડાઈ જતા સોનાના ભાવમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો હતો. જો કે આજે સોનાના  ભાવમાં મોટો કડાકો જોવા મળતા લેવાનું વિચારી રહેલા લોકોને થોડી રાહત મળી શકે છે. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ચેક  કરો. 

Gold Rate Today: બંપર તેજી બાદ ધડાધડ ઘટી ગયા સોનાના ભાવ, ઘટેલા ભાવે સોનું ખરીદવાનું તક, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ

ગ્લોબલ ટેન્શન વચ્ચે આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. વાયદા બજારમાં સોનું તૂટતું જોવા મળ્યું. જ્યારે ચાંદીના ભાવમાં હળવી તેજી જોવા મળી. MCX પર સોનું 212 રૂપિયા તૂટીને 98966 પર ટ્રેડ થઈ રહ્યું હતું અને ચાંદીના ભાવમાં આજે હળવી તેજી જોવા મળી અને 118 રૂપિયા મજબૂત થઈને 106682 પર ટ્રેડ થતી જોવા મળી. 

વૈશ્વિક બજારમાં શું છે સ્થિતિ?
કાલે રાતે ફેડ તરફથી વ્યાજ દરો અંગે મોટો નિર્ણય આવી શકે છે. જેનાથી બજારની દિશા નક્કી થશે. કોમોડિટી બજારમાં ક્રૂડ ઓઈલ કાલે 3 ટકા તૂટ્યા બાદ આજે  ફરીથી 1 ટકો ચડીને 74 ડોલર પાસે પહોંચી ગયો. સોનાના ભાવમાં 4 દિવસની સતત તેજી બાદ 50 ડોલરનો કડાકો જોવા મળ્યો છે અને તે 3410 ડોલર આસપાસ છે. 

Add Zee News as a Preferred Source

ઘરેલુ બજારમાં આજે સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 563 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ તૂટીને 98,810 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે જે કાલે સાંજે 99,373 પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં આજે 252 રૂપિયાનો વધારો છે અને ભાવ 1,06,952 રૂપિયા પર પહોંચ્યો છે જે કાલે 1,06,700 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news