)
Gold Price Hit Fresth Record: સોનાની ચમક દિવસેને દિવસે વધી રહી છે. મંગળવારે સોનાના ભાવ ફરી નવા રેકોર્ડ પર પહોંચી ગયા છે. આ સાથે છેલ્લા 14 વર્ષ દરમિયાન સપ્ટેમ્બર મહિનામાં સૌથી વધુ તેજી જોવા મળી છે. તેનું કારણ છે કે અમેરિકા સરકારનું સંભવિત શટડાઉન અને અમેરિકાની કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજદરમાં ઘટાડાની આશા માનવામાં આવી રહી છે, જેનાથી સુરક્ષિત રોકાણ ગણાતા સોનાની માંગમાં વધારો થયો છે.
સોનામાં જબરદસ્ત તેજી
સ્પોટ ગોલ્ડની કિંમત 0.2 ટકાના વધારા સાથે 3842.76 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. સપ્ટેમ્બર મહિનામાં ઈન્ડિયન બુલિયન પર સોનાનો ભાવ 11.4 ટકા વધ્યો. એટલે કે 2011ના સપ્ટેમ્બર મહિના બાદ આ પ્રથમ મહિનો છે જ્યારે સોનાની કિંમત આટલી ઊપર પહોંચી છે.
તાજેતરમાં આવેલા આર્થિક આંકડા બાદ યુએસ ફેડ તરફથી આ વર્ષના અંત સુધી ફરી વ્યાજદરમાં ઘટાડાની આશા વધી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે ફેડની આગામી બેઠકમાં 25 બેસિસ પોઈન્ટનો ઘટાડો કરવામાં આવે છે. સેન્ટ લુઇસ ફેડરલ રિઝર્વના પ્રમુખ અલ્બર્ટો મુસાલેમએ કહ્યુ કે તેઓ વ્યાજદરમાં ઘટાડા માટે તૈયાર છે, પરંતુ ફુગાવા વિરુદ્ધ ફેડએ સતર્ક રહેવું પડશે.
કેમ વધી રહ્યો છે સોનાનો ભાવ
સોના અને ચાંદીમાં તાજેતરમાં જે તેજી ચોવા મળી છે, તેની પાછળ ઘણા કારણ છે. સૌથી મોટું કારણ ભૂ-રાજકીય તણાવ અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ છે. આ સિવાય ભારતમાં તહેવારની સિઝન પણ સોનાની માંગ વધારી રહી છે. ટ્રમ્પના હાઈ ટેરિફ અને રૂપિયામાં ઘટાડાએ પણ સોના અને ચાંદીની કિંમતો અને માંગ પર અસર કરી છે. જ્યારે શેર બજારમાં ઉતાર-ચઢાવ થાય છે તો ઈન્વેસ્ટર સૌથી સુરક્ષિત મનાતા સોના તરફ આકર્ષિત થાય છે.
રાજકીય અને આર્થિક અનિશ્ચિતતા દરમિયાન પણ, લોકો સોનું ખરીદવાને સૌથી સલામત અને સૌથી યોગ્ય વિકલ્પ માને છે, કારણ કે તે દરેક ફુગાવાના યુગમાં સૌથી વધુ વળતર આપતું રોકાણ સાબિત થયું છે. વિશ્વના સૌથી મોટા એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ (ETF) SPDR એ જણાવ્યું હતું કે તેણે સોમવારે તેના સોનાના ભંડારમાં 0.60 ટકાનો વધારો કરીને 1,011.73 મેટ્રિક ટનનો વધારો કર્યો છે, જે શુક્રવારે 1,005.72 મેટ્રિક ટન હતો.