Gold Price: સોનાના ભાવમાં થઈ ચુક્યો છે 8 હજાર જેટલો ઘટાડો, હજુ રોકાણ કરશો તો થશે ફાયદો

સોનાનો ભાવ (Rate of Gold) પાછલા વર્ષે ઓગસ્ટમાં 56200 રૂપિયાના ઓલ ટાઇમ હાઈ સ્તર પર પહોંચ્યો પરંતુ ત્યારબાદ તેમાં આઠ હજાર રૂપિયા જેટલો ઘટાડો થઈ ચુક્યો છે.  

Gold Price: સોનાના ભાવમાં થઈ ચુક્યો છે 8 હજાર જેટલો ઘટાડો, હજુ રોકાણ કરશો તો થશે ફાયદો

નવી દિલ્હીઃ પાછલા સપ્તાહે છેલ્લા કારોબારી દિવસ શુક્રવારે 5 ફેબ્રુઆરી, 2021 વાયદા સોનાનો ભાવ (Gold Price) એમસીએક્સ (MCX) પર 308 રૂપિયાના ઘટાડા સાથે 49,140 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. આ સિવાય પાંચ એપ્રિલ 2021ના સોનાની વાયદા કિંમતમાં છેલ્લા કારોબારી દિવસે એમસીએક્સ પર 298 રૂપિયાના ઘટાડા સાથે 49298 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. આવો જાણીએ પાછલા સપ્તાહે સોનાની કિંમતમાં કેટલો ફેરફાર થયો છે. 

પાછલા સપ્તાહે સોનામાં આવી તેજી
પાછલા સપ્તાહે સોનાના ભાવમાં વધારો થયો હતો. પાછલા સપ્તાહે પ્રથમ કારોબારી દિવસ સોમવાર 18 જાન્યુઆરીએ એમસીએક્સ પર પાંચ ફેબ્રુઆરી, 2021 વાયદા સોનાની કિંમત 48699 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ખુલી હતી. તેના પાછલા સત્રમાં સોનાની કિંમત 48,702 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે સોનાની કિંમતોમાં પાછલા સપ્તાહે 438 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો થયો છે. 

પાછલા સપ્તાહે ચાંદીના ભાવમાં આવી તેજી
સોનાની જેમ પાછલા સપ્તાહે ચાંદીની કિંમતોમાં (Silver Price) પણ વધારો થયો હતો. પાછલા સપ્તાહના છેલ્લા કારોબારી દિવસ શુક્રવાર, 5 માર્ચ 2021 વાયદા ચાંદીની કિંમત એમસીએક્સ પર 658 રૂપિયાના ઘટાડા સાથે 66,642 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ ચાંદીનો ભાવ પાછલા સપ્તાહના પ્રથમ કારોબારી દિવસ સોમવાર 18 જાન્યુઆરીએ એમસીએક્સ પર 65055 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો હતો. તેના પાછલા સત્રમાં તે 64,764 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થયું હતું. આ રીતે ચાંદીના ભાવમાં પાછલા સપ્તાહે 1878 રૂપિયા પ્રતિ કિલોગ્રામનો વધારો નોંધાયો હતો.

પોતાના પાછલા ઉચ્ચ સ્તરથી ખુબ નીચે છે સોનું
સોનાની કિંમત (Gold Price) હજુ પણ પોતાના પાછલા ઉચ્ચ સ્તરની કુલનામાં ખુબ ઓછી છે. પાંચ ફેબ્રુઆરી 2021 વાયદા સોનાના ભાવમાં પાછલા ઉચ્ચ સ્તર સાત ઓગસ્ટ 2020ના જોવા મળ્યો હતો. આ સત્રમાં ફેબ્રુઆરી 2021 વાયદા સોનું 57,100 રૂપિયા પ્રતિ 10  ગ્રામની કિંમત પર બંધ થયું હતું. આ રીતે સોનાના ભાવમાં પોતાના પાછલા ઉચ્ચ સ્તરની તુલનામાં 7960 રૂપિયાનો ઘટાડો આવી ચુક્યો છે. 

ચાંદીની કિંમતોમાં પણ પાછલા સ્તરની તુલનામાં મોટો ઘટાડો
ચાંદીની હાલની કિંમતો પણ પોતાના પાછલા ઉચ્ચ સ્તરની તુલનામાં ખુબ નીચે છે. ચાંદીનું પાછલુ ઉચ્ચ સ્તર 10 ઓગસ્ટ 2020ના જોવા મળ્યું હતું. આ સત્રમાં માર્ચ, 2021 વાયદા ચાંદીની કિંમત 79,147 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. આ રીતે ચાંદીનો ભાવ પોતાના પાછલા ઉચ્ચ સ્તરની તુલનામાં 12505 રૂપિયા પ્રતિ કિલોગ્રામ તૂટી ચુક્યુ છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news