Gold Rate : ટૂંક સમયમાં 87000 રૂપિયા થઈ જશે સોનાનો ભાવ...જાણો શા માટે થશે આટલો મોટો ઘટાડો ?

Gold Rate : અક્ષય તૃતીયા 2024ના રોજ 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ લગભગ 73,240 રૂપિયા હતી, જ્યારે 2025ના રોજ અક્ષય તૃતીયા પર તે વધીને 97000-98000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. ત્યારે ફરી એકવાર સોનાના ભાવ ઘટવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. 

Gold Rate : ટૂંક સમયમાં 87000 રૂપિયા થઈ જશે સોનાનો ભાવ...જાણો શા માટે થશે આટલો મોટો ઘટાડો ?

Gold Rate : જ્યારથી સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ રૂપિયા સુધી પહોંચ્યો છે, ત્યારથી તેની કિંમત સતત ઘટી રહી છે. અત્યાર સુધી સોનાનો ભાવ લગભગ 6000 રૂપિયા ઘટ્યો છે, પરંતુ નિષ્ણાતોના મતે સોનાનો ભાવ વધુ ઘટી શકે છે. નિષ્ણાતો કહે છે કે ભવિષ્યમાં સ્થિરતાને કારણે સોનાનો ભાવ 87000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે.

1 વર્ષમાં સોનાના ભાવમાં 30 ટકાનો વધારો થયો

2024ની અક્ષય તૃતીયા પર 24 કેરેટ સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ લગભગ 73,240 રૂપિયા હતી, જ્યારે ચાલુ વર્ષે અક્ષય તૃતીયા પર તે વધીને 97000-98000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોને માત્ર એક વર્ષમાં 30 ટકાથી વધુ વળતર મળ્યું છે.

10 વર્ષમાં સોનાના ભાવ ત્રણ ગણા વધ્યા

લાંબા ગાળે સોનાના ભાવમાં વધુ ઝડપથી વધારો થયો છે. 2014ની અક્ષય તૃતીયા પર સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ આશરે 30,182 રૂપિયા હતો, જે હવે 200%થી વધુ વધી ગયો છે. એટલે કે 10 વર્ષમાં સોનાના ભાવમાં ત્રણ ગણો વધારો થયો છે.

શું સોનાનો ભાવ 87000 થઈ જશે ?

નિષ્ણાતોનું માનવું છે કે, 2025ના પ્રથમ ચાર મહિનામાં રોકાણકારો માટે સોનું નફાકારક રહ્યું છે. કિંમતોમાં લગભગ 25%નો વધારો થયો છે, જે છેલ્લા દાયકામાં સૌથી મજબૂત શરૂઆત હોવાનું કહેવાય છે. નિષ્ણાતોના મતે જો સોનું ફરીથી 1 લાખથી ઉપર પહોંચે તો તે 1 લાખ 10 હજાર સુધી જઈ શકે છે, પરંતુ જો ઘટાડો થાય તો તે 87000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી શકે છે.

સોનાના ભાવ કેમ ઘટી શકે છે ?

નિષ્ણાતોના મતે કેન્દ્રીય બેંકો દ્વારા ખરીદી, ડોલર ઇન્ડેક્સમાં ઘટાડો અને ભૂ-રાજકીય તણાવ સોનાના ભાવમાં વધારાને ટેકો આપી રહ્યા છે. પરંતુ જો કિંમતોમાં 5-10%નો ઘટાડો થાય છે તો રોકાણકારો હપ્તામાં સોનું ખરીદી શકે છે. નિષ્ણાતોના મતે નજીકના ભવિષ્યમાં ચીન અને અમેરિકા વચ્ચે વેપાર કરાર થઈ શકે છે, જેના કારણે સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news