Gold price 29 September: સોના અને ચાંદીના ભાવમાં વધારો, જાણો શું છે આજનો રેટ

સોના (Gold Rate) ના ભાવમાં આજે સામાન્ય વધારો જોવા મળ્યો. સવારે લગભગ 10.40 વાગે સોના પર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 117 રૂપિયા જેટલી તેજી સાથે ભાવ 50,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી પર 44 રૂપિયાના વધારા સાથે 60,440 રૂપિયા પ્રતિ કિલોના ભાવ સાથે વેપાર થતો જોવા મળ્યો. 
Gold price 29 September: સોના અને ચાંદીના ભાવમાં વધારો, જાણો શું છે આજનો રેટ

નવી દિલ્હી: સોના (Gold Rate) ના ભાવમાં આજે સામાન્ય વધારો જોવા મળ્યો. સવારે લગભગ 10.40 વાગે સોના પર મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 117 રૂપિયા જેટલી તેજી સાથે ભાવ 50,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વેપાર થઈ રહ્યો હતો. જ્યારે ચાંદી પર 44 રૂપિયાના વધારા સાથે 60,440 રૂપિયા પ્રતિ કિલોના ભાવ સાથે વેપાર થતો જોવા મળ્યો. 

સોમવારે વૈશ્વિક બજારોમાં કિમતી ધાતુઓના ભાવ નબળા પડવાથી દિલ્હીના સ્થાનિક શરાફા બજારમાં પણ સોનાના ભાવ 194 રૂપિયા તૂટીને 50449 રૂપિયા દસ ગ્રામ થયો હ તો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવ મામૂલી ઘટાડા સાથે ક્રમશ 1857 ડોલર પ્રતિ ઔંસ અને 22.70 ડોલર પ્રતિ ઔંસનો ભાવ બોલાયો હતો. 

બજારના જાણકારોના જણાવ્યાં મુજબ છેલ્લા કેટલાક દિવસથી સોનામાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. ટ્રેડર્સ તરફથી ખરીદીના કરાણે કેટલીક રિકવરી જોવા મળી. બજારના જાણકારોના જણાવ્યાં મુજબ આવનારા દિવસોમાં સોનાના ભાવમાં વધુ ઘટાડો જોવા મળશે. સોનું 48 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી જઈ શકે છે. આ બાજુ દિવાળીના સુધીમાં સોનાના ભાવમાં ફરી એકવાર તેજી જોવા મળી શકે છે. ડિસેમ્બર સુધીમાં સોનાના ભાવ તેના સૌથી ઊંચા સ્તર પર જઈ શકે છે. મોતીલાલ ઓસવાલના એસોસિએટ વાઈસ પ્રેસિડેન્ટ અમિત સસેજાના જણાવ્યાં મુજબ સ્પોટ ગોલ્ડનો $1,840 per ounce પર સારો સપર્ટો છે. એમસીએકસ પર સોનું 48 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી જવાની સંભાવના છે. જો કે દિવાળી સુધીમાં ફરીથી એકવાર સોનાના ભાવમાં તેજી જોવા મળશે. તેમણે રોકાણકારોને સલાહ આપી કે સોનામાં દર 500થી 600 રૂપિયાના ઘટાડા પર રોકાણ કરી શકાય છે. 

એંજલ બ્રોકિંગના કમોડિટી અને કરન્સીના ડેપ્યુટી વાઈસ પ્રેસિડેન્ટ અનુજ ગુપ્તાના જણાવ્યાં મુજબ આગામી કેટલાક દિવસો સુધીમાં સોનાના ભાવમાં ઘટાડો થઈ શકે છે. દિવાળી સુધીમાં સોનાના ભાવ ફરીથી એકવાર તેજીમાં હશે. દિવાળી સુધીમાં સોનું ફરીથી 52500 થી 53000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ શકે છે. જ્યારે સોનાના ભાવ એમસીએક્સ પર 55000 અને રિટેલ બુલિયનમાં 57000 સુધી જઈ શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news