Gold Price Today: સતત ચોથા દિવસે વધ્યા સોનાના ભાવ, ચાંદીમાં પણ તેજી, જાણો નવી કિંમત
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ વધારા સાથે 1870.50 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. બીજીતરફ ચાંદીની કિંમત 25.83 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.
નવી દિલ્હીઃ સોના અને ચાંદી (Gold and Silver) ના ભાવમાં ગુરૂવારે મોટો વધારો જોવા મળ્યો છે. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે ગુરૂવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના હાજર ભાવમાં 575 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર વધારો થયો છે. આ સાથે દિલ્હીમાં સોનાનો ભાવ 49,125 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. તેના પાછલા સત્રમાં સોનાનો ભાવ 48,550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર રહ્યો હતો. એચડીએફસી સિક્યોરિટીઝ પ્રમાણે વૈશ્વિક સ્તર પર મજબૂત ટ્રેન્ડ વચ્ચે સોનાના ભાવમાં આ વૃદ્ધિ જોવા મળી છે. આ સાથે ચાંદીની કિંમત પણ 1227 રૂપિયાના વધારા સાથે 66,699 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ છે. તેના પાછલા સત્રમાં ચાંદીની કિંમત 65472 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી હતી.
એચડીએફસી સિક્યોરિટીઝમાં સીનિયર એનાલિસ્ટ (કોમોડિટી) તપમ પટેલે કહ્યુ, 'કોમેક્સ (ન્યૂયોર્ક આધારિત કોમોડિટી એક્સચેન્જ) પર સોનાના ભાવમાં વધારાને કારણે દિલ્હીમાં 24 કેરેટ સોનાના ભાવમાં સતત ચોથા દિવસે વધારો જોવા મળ્યો છે. સોનાના ભાવમાં ગુરૂવારે 575 રૂપિયા પ્રતિ 10 ગ્રામનો વધારો જોવા મળ્યો હતો.'
આંતરરાષ્ટ્રીય સ્તર પર સોનાનો ભાવ વધારા સાથે 1870.50 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. બીજીતરફ ચાંદીની કિંમત 25.83 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ છે.
આ પણ વાંચોઃ PMJDY: બેન્ક ખાતામાં પૈસા નથી? આમ છતાં તમે ઉપાડી શકો છો 10 હજાર રૂપિયા, જાણો કઈ રીતે
પટેલે કહ્યુ કે, પ્રમુખ કેન્દ્રીય બેન્કો દ્વારા મૌદ્રિક નીતિમાં નરમ વલણને કારણે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. બીજીતરફ પ્રોત્સાહન પેકેજની આશામાં સતત ચોથા સત્રમાં ડોલરમાં ઘટાડો જોવા મળ્યો છે.
સોનાનો વાયદા ભાવ (Gold Price in Futures Market)
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ફેબ્રુઆરી 2021મા ડિલિવરી વાળા સોનાનો ભાવ 98 રૂપિયાના વધારા સાથે 49632 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો હતો. તો એપ્રિલ 2021મા ડિલિવરી વાળા સોનાનું મુલ્ય 95 રૂપિયાના વધારા સાથે 49736 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ચાલી રહ્યો હતો.
વાયદા બજારમાં ચાંદીની કિંમત (Silver Rate in Futures Market)
માર્ચ, 2021મા ડિલિવરી વાળી ચાંદીની કિંમત 518 રૂપિયા એટલે કે 0.77 ટકાના વધારા સાથે 67,508 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પહોંચી ગઈ છે. તો મે 2021ના કરાર વાળી ચાંદીની કિંમત 532 રૂપિયાના વધારા સાથે 68372 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube