Gold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, એક ઝટકે જોરદાર કડાકા બાદ સોનું ઉછળ્યું, જાણો 10 ગ્રામ સોનાનો રેટ

Gold Rate In Ahmedabad: સોના અને ચાંદીના ભાવમાં ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. એકબાજુ જ્યાં વાયદા બજારમાં સોનું ઉછાળા મારી રહ્યું છે ત્યાં રિટેલ બજારમાં સોનામાં સુસ્તી જોવા મળી છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ સોના અને ચાંદીના ભાવ ચેક કરો. 

Gold Rate Today: સોનામાં ભારે ઉથલપાથલ, એક ઝટકે જોરદાર કડાકા બાદ સોનું ઉછળ્યું, જાણો 10 ગ્રામ સોનાનો રેટ

Gold Silver Price Today: ગોલ્ડ માર્કેટમાં જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે. કાલે અઢી હજાર રૂપિયાથી વધુના કડાકા બાદ આજે ધડાધડ ભાવ વધવા લાગ્યા છે. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનાના ભાવ 1 ટકાથી વધુ ચડ્યા છે. ઘરેલુ બજારમાં પણ સોનામાં ઉછાળો જોવા મળ્યો છે. જૂન વાયદાનું સોનું MCX પર 96200 રૂપિયાની નજીક પહોંચ્યું છે. કોમેક્સ પર સોનાનો ભાવ $3,400 ની નજીક પહોંચ્યો છે. ગત એક મહિનામાં લગભગ 10 ટકાની તેજી આવી છે. જો કે રિટેલ બજારમાં સોનું સામાન્ય ઘટાડા સાથે જોવા મળ્યું. 

અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોરની ચિંતા ઓછી થઈ પરંતુ ખતમ થઈ નથી. તાજા અપડેટ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પર નરમ પડતા જોવા મળી રહ્યા છે તેમણે કહ્યું કે ટેરિફના દર 145% ખુબ વધુ છે. ટેરિફના દર ઓછા હોવા જોઈએ પરંતુ ખતમ નહીં થાય. તેમણે કહ્યું કે ચીન સાથે ફેર ડીલ કરશે. 

વાયદા બજારમાં સોનાના ભાવ
MCX પર સવારે 10 વાગ્યાની આસપાસ જૂન કોન્ટ્રાક્ટરનું ગોલ્ડ 1238 રૂપિયાની તેજી સાથે 95,960 રૂપિયાના લેવલ પર ટ્રેડ થતું જોવા મળ્યું હતું. કાલે તે 94,722 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે મે કોન્ટ્રાક્ટનું સિલ્વર 184 રૂપિયાના ઘટાડા સાથે 97,615 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે જોવા મળ્યું. 

રિટેલ બજારમાં સોના ચાંદીનો આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ સોનામાં આજે 10 રૂપિયાનો મામૂલી વધારો જોવા મળ્યો અને ભાવ 96,075 રૂપિયા પર પહોંચ્યો જે કાલે વધારા સાથે 96,085 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 1003 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો અને ભાવ 97,616 રૂપિયાની સપાટીએ પહોંચ્યો જે કાલે વધારા સાથે 96,613 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) April 24, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/7jsWIGrcq9

— IBJA (@IBJA1919) April 24, 2025

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news