Gold Price Today: એક સપ્તાહમાં 3550 રૂપિયા સસ્તું થયું સોનું, ચાંદી પણ થઈ સસ્તી, જાણો 22 અને 24 કેરેટનો ભાવ
થોડા દિવસમાં આસમાને પહોંચી ગયેલા સોના-ચાંદીના ભાવમાં ફરી ઘટાડાનો માહોલ જોવા મળી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહમાં આ બંને કિંમતી ધાતુના ભાવમાં વઘાટો થયો છે.
Trending Photos
Gold Price: છેલ્લા એક સપ્તાહમાં સોનાની કિંમતોમાં ઘટાડો થયો છે. દેશમાં 24 કેરેટ ગોલ્ડનો ભાવ 3550 રૂપિયા ઘટ્યો છે. તો 22 કેરેટ ગોલ્ડ 3250 રૂપિયા સસ્તું થયું છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાનો ભાવ 95280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. સોનાની દેશની અંદર કિંમતો પ્રાદેશિક ફેક્ટર્સની સાથે-સાથે ગ્લોબલ ફેક્ટર્સથી પણ પ્રભાવિત થાય છે. 10 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેટેર સોનાનો ભાવ શું છે આવો જાણીએ...
દિલ્હીમાં સોનાનો ભાવ
દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 95280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87350 રૂપિયા છે.
કોલકત્તા, ચેન્નઈ અને મુંબઈમાં કિંમત
વર્તમાનમાં મુંબઈ, ચેન્નઈ અને કોલકત્તામાં 22 કેરેટ સોનાની કિંમત 87200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ અને 24 કેરેટ સોનાની કિંમત 95130 રૂપિયા છે.
જયપુર, લખનૌ અને ચંદીગઢમાં ભાવ
આ શહેરોમાં 24 કેરેટ સોનાની કિંમત 95280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 22 કેરેટનો ભાવ 87350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
હૈદરાબાદમાં ભાવ
હૈદરાબાદમાં 22 કેરેટ સોનાની કિંમત 87200 રૂપિયા જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 95130 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.
ભોપાલ અને અમદાવાદમાં ભાવ
અમદાવાદ અને ભોપાલમાં 22 કેરેટ સોનાની કિંમત 87250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ચાલી રહી છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 95180 રૂપિયા છે.
ચાંદીની કિંમત પણ જાણો
બીજીતરફ ચાંદીની વાત કરીએ તો તેમાં એક સપ્તાહમાં 2000 રૂપિયાનો ઘટાડો થયો છે. 18 મેએ ચાંદીની કિંમત 97000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે. ઈન્દોર સોની બજારમાં 17 મેએ ચાંદીની કિંમત 500 રૂપિયાના એવરેજ વધારા સાથે 96500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે