)
ગ્લોબલ ટેન્શન વચ્ચે સોનાના ભાવમાં તેજી ચાલુ છે. વાયદા બજાર (MCX) પર ગોલ્ડ 426 રૂપિયા મજબૂત થઈને 105211 પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદીની પણ એજ સ્થિતિ છે. સિલ્વર 671 રૂપિયા મજબૂત થઈને 123306 રૂપિયા પર ટ્રેડ થતું જોવા મળ્યું. ગ્લોબલ માર્કેટમાં સોનું $3570 ની આસપાસ નવું લાઈફ હાઈ બનાવી રહ્યું છે. જ્યારે ચાંદી 14 વર્ષની ઊંચાઈ પર $42 નજીક પહોંચી છે. ક્રૂડ ઓઈલ પણ એક ટકા ચડીને $68 ઉપર ટ્રેડ થતું જોવા મળ્યું.
સોમવારે પણ સોના અને ચાંદીના ભાવમાં એકવાર ફરીથી આગ ઝરતી તેજી જોવા મળી. સોનું 1000 રૂપિયા જેટલું ચડીને 1,05,670 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. આ સતત છઠ્ઠું કારોબારી સેશન છે જ્યારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. આજના રિટેલ બજારના સોના અને ચાંદીના ભાવ જાણો.
આજનો સોના ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 169 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 1,04,662 રૂપિયા પર પહોંચ્યો છે જે લાસ્ટ સેશનમાં 1,04,493 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 481 રૂપિયાનો ઉછાળો છે અને ભાવ 1,23,281 રૂપિયા પર પહોંચ્યો છે જે લાસ્ટ સેશનમાં 1,22,800 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
કેરેટ પ્રમાણે ભાવ
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/anj4YJ59wn
— IBJA (@IBJA1919) September 2, 2025
કેમ ભાગી રહ્યું છે સોનું?
સોનામાં જે રીતે તેજી જોવા મળી રહી છે તેની પાછળ બે મોટા કારણ છે. પહેલું તો એ છે કે અમેરિકી ફેડરલ રિઝર્વ તરફથી વ્યાજ દરમાં કાપની આશા છે જેનાથી ગોલ્ડ જેવા નોન ઈન્ટરેસ્ટવાળા એસેટ્સની માંગ વધી છે. બીજુ કારણ છે વિદેશી બજારોમાં ગોલ્ડની મજબૂત માંગ. જેણે ઘરેલુ સ્તર ઉપર પણ ભાવને રેકોર્ડ સ્તરે પહોંચાડ્યા છે. સોનાની સાથે સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી રહી છે.
Disclaimer
IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)