)
કોમોડિટી બજારમાં આજે હલચલ જોવા મળી રહી છે. સોનામાં હળવી તેજી સાથે વેપાર જોવા મળી રહ્યો છે. વાયદા બજાર (MCX)માં સોનું 9 રૂપિયા મજબૂત થઈને 99410 પર ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે ચાંદી 341 રૂપિયા તૂટીને 113251 પર ટ્રેડ થતી જોવા મળી. વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનું 3,375 ડોલર અને ચાંદી 38 ડોલર પ્રતિ ઔંસ આસપાસ સપાટ જોવા મળ્યા. ઘરેલુ બજારમાં સોનું ગગડ્યું છે. ચેક કરો આજના રિટેલ બજારના ભાવ.
આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 477 રૂપિયા ગગડીને 99,146 પર જોવા મળ્યો છે. જે લાસ્ટ સેશનમાં 99,623 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદીનો ભાવ 885 રૂપિયા તૂટીને 1,13,165 રૂપિયા જોવા મળ્યો છે જે કાલે સાંજે 1,14,050 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
કેરેટ પ્રમાણે ભાવ
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/6pQdjK7SBa
— IBJA (@IBJA1919) August 19, 2025
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)