)
શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. તહેવારોની સીઝનમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. બુલિયન માર્કેટમાં સોનું આજે કયા ભાવે ખુલ્યું તે કેરેટ પ્રમાણે ચેક કરો.
આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો કાલે 457 રૂપિયાના ઘટાડા સાથે બંધ થયો હતો અને આજે વળી પાછો 352 રૂપિયા ઘટીને 113232 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જે કાલે ઘટાડા સાથે 113584 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે કાલે સોનું 114044 પર ખુલ્યું હતું. ચાંદીની વાત કરીએ તો આજે ચાંદીમાં 349 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 134556 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. જે કાલે 134905 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
કેરેટ પ્રમાણે ભાવ
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/3jB1bpjvFV
— IBJA (@IBJA1919) September 25, 2025
કેરેટ પ્રમાણે ભાવ કેવી રીતે નક્કી થાય
સોનાના ભાવ તેની શુદ્ધતા પર નિર્ભર કરે છે. જેને કેરેટમાં માપવામાં આવે છે. કેરેટ દર્શાવે છે કે સોનાના આભૂષણમાં કેટલું શુદ્ધ સોનું છે અને કેટલી અન્ય ધાતુઓનું મિશ્રણ છે. 24 રેકેટ સોનું સૌથી શુદ્ધ ગણાય છે. જેમાં 99.9% શુદ્ધ સોનું હોય છે. તે ખુબ નરમ હોય છે એટલે દાગીના બનાવવા મુશ્કેલ હોય છે. જ્યારે 22 કેરેટ સોનું 91.6% શુદ્ધ સોનું હોય છે. અને બાકી 8.4% માં તાંબુ, ચાંદી કે ઝીંક જેવી ધાતુ હોય છે. તે દાગીના બનાવવા માટે સૌથી સારું ગણાય છે. કારણ કે તે 24 કેરેટ સોનાની સરખામણીમાં વધુ મજબૂત હોય છે. આ ઉપરાંત 18 કેરેટમાં 75% સોનું અને 25% અન્ય ધાતુઓ હોય છે. જ્યારે 14 કરેટમાં 58.5% સોનું અને 41.5% અન્ય ધાતુઓ હોય છે.
જેમ જેમ કેરેટની સંખ્યા ઘટતી જાય તેમ તેમ સોનાની શુદ્ધતા પણ ઘટતી જાય છે અને આ કારણે તેનો ભાવ પણ ઘટતો જાય છે. આ જ કારણ છે કે 24 કેરેટ સોનાનો ભાવ 22 કેરેટ કરતા વધુ અને 22 કેરેટનો ભાવ 18 કેરેટ કરતા વધુ હોય છે.
Disclaimer
IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)