)
નવા અઠવાડિયાના પહેલા દિવસે એટલે કે સોમવારે સોના અને ચાંદીના ભાવમાં મિક્સ ટ્રેન્ડ જોવા મળ્યો છે. ભારતીય વાયદા બજારમાં સોનાના ભાવમાં ગત અઠવાડિયાના રેકોર્ડ સ્તરથી ભાવ થોડો નીચો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીમાં મામૂલી વધારો જોવા મળ્યો. સોમવારે સોનાના હાજર ભાવ ₹1,09,245 પ્રતિ 10 ગ્રામ પર હતો. જે ગત બંધ ભાવ ₹1,09,370થી 125 રૂપિયા નીચે રહ્યો. ગત અઠવાડિયે ₹1,09,840નું નવું લાઈફટાઈમ હાઈ બન્યા બાદ તેમાં નફાવસૂલી હાવી રહી. રિટેલ બજારમાં પણ સોનાનો ભાવ ગગડેલો જોવા મળ્યો છે.
બીજી બાજુ ચાંદી ₹1,28,921 પ્રતિ કિલોગ્રામના ભાવ પર જોવા મળી જેમાં 83 રૂપિયાની સામાન્ય તેજી નોંધાઈ. ચાંદીએ પણ ગયા અઠવાડિયે ₹1,29,392નું નવું રેકોર્ડ સ્તર સ્પર્શ કર્યું હતું અને ભાવ હજુ પણ પોતાના ઓલ ટાઈમ હાઈની નજીક છે. રિટેલ બજારમાં ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી. આ સાથે રિટેલ બજારના ભાવ પણ ચેક કરી લો.
આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 104 રૂપિયા ઘટીને 109603 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે જે લાસ્ટ સેશનમાં 109707 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં 245 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 127763 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે જે લાસ્ટ સેશનમાં 128008 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
કેરેટ પ્રમાણે ભાવ
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/5v6ZNYmosL
— IBJA (@IBJA1919) September 15, 2025
વૈશ્વિક બજારની વાત કરીએ તો સોનાના ભાવ સોમવારે હળવી નરમાઈ જોવા મળી. સ્પોટ ગોલ્ડ 0.2% ગગડીને $3,633.86 પ્રતિ ઔંસ પર આવી ગયા. જ્યારે ડિસેમ્બર ડિલિવરી માટે અમેરિકી ગોલ્ડ ફ્યૂચર્સ 0.4% ગગડીને $3,671.30 પર ટ્રેડ કરી રહ્યા હતા.
ગોલ્ડ માટે ટ્રિગર
બજારમાં આ નરમાઈ મુખ્ય રીતે નફાવસૂલી અને ડોલરમાં આવેલી થોડી મજબૂતીના કારણે છે. જો કે રોકાણકારોની નજર આ અઠવાડિયે થનારી અમેરિકી ફેડરલ રિઝર્વની બેઠક પર ટકેલી છે. અમેરિકામાં નબળા રોજગાર આંકડા બાદ ફેડથી વ્યાજ દરોમાં કાપની આશા વધી ગઈ છે. જેનાથી સોનાના ભાવોને નીચલા સ્તરો પર સપોર્ટ મળી શકે છે. બધુ મળીને સોનામાં થોડી ઘણી નફાવસૂલી જોવા મળી રહી છે. પરંતુ ફેડના સંભવિત રેટ કટના પગલે તેની તેજીનું વલણ રહે તેવી શક્યતા બનેલી છે.
Disclaimer
IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)