)
સોનું ખરીદનારા માટે સારા સમાચાર છે. પશ્ચિમ એશિયામાં તણાવ ઘટવાથી અને અમેરિકા તથા ચીન વચ્ચે વેપાર સમજૂતિના સમાચારો વચ્ચે સોનામાં જોરદાર ઘટાડો જોવા મળ્યો છે. આ સાથે ચાંદી પણ તૂટતી જોવા મળી છે. જો તમે સોનું કે ચાંદી લેવાનું વિચારતા હોવ તો ભાવ ખાસ ચેક કરો.
સોના અને ચાંદીના લેટેસ્ટ ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 24 કલાકમાં 1,373 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. ગુરુવારે સાંજે જ્યારે સોનું ક્લોઝ થયું ત્યારે તેનો ભાવ 97,159 રૂપિયા હતો જ્યારે કાલે એટલે કે શુક્રવારે સાંજે સોનું ક્લોઝ થયું ત્યારે ભાવ 95,784 રૂપિયા પર પહોંચ્યો.
કેરેટ ભાવ (1 ગ્રામ)
24 KT(999) 9,578
22 KT 9,349
20 KT 8,525
18 KT 7,759
14 KT 6,178
એ જ રીતે ચાંદી જોઈએ તો ચાંદીનો ક્લોઝિંગ ભાવ ગુરુવારે 1,07,150 રૂપિયા હતો જે શુક્રવારે 1,957 રૂપિયા તૂટીને 1,05,193 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયો.
#Gold and #Silver Closing #Rates for 27/06/2025
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/IsqdybcQ8e
— IBJA (@IBJA1919) June 27, 2025
કેમ તૂટ્યા સોનાના ભાવ
અબાંસ ફાઈનાન્શિયલ સર્વિસિસના મુખ્ય કાર્યપાલક અધિકારી (CEO) ચિંતન મહેતાએ કહ્યું કે સોનાના ભાવમાં કડાકો ચાલુ છે. કારણ કે મજબૂત નફાવસૂલી થઈ રહી છે અને નવા જિયોપોલિટિકલ કારણોના અભાવમાં સુરક્ષિત રોકાણની માંગણી ઘટી રહી છે. તેમણે કહ્યું કે મુખ્ય તેલ માળખા અને પરિવહન માર્ગો પર હુમલા અંગે ઈરાનનું સંયમ વર્તવાના સંકેત બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં પણ કડાકો આવ્યો છે. મહેતાએ કહ્યું કે આ ઘટાડાએ બજારોમાં જોખમને ઘટાડ્યું છે. જેનાથી સોના પર દબાણ પડ્યું છે.
આનંદ રાઠી શેર્સ એન્ડ સ્ટોક બ્રોકર્સના રિજિયોનલ વાઈસ પ્રેસિડેન્ટ(કોમોડિટી એન્ડ કરન્સી) મનિષ શર્માએ કહ્યું કે રોકાણકારોને હવે ફેડરલ રિઝર્વના વ્યાજ દરોમાં કાપ વિશે આગળના સંકેતો માટે US Personal Consumption Expenditure (PSE) મૂલ્ય સૂચકાંક આંકડાનો ઈન્તેજાર છે.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)