Gold Rate Crash: સોનામાં 2011 અને 2020 જેવી સ્થિતિ, હવે આ કારણોસર 10% ભાવ ઘટી શકે

Gold Rate Crash: એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે ગોલ્ડમાં હાલ જે ઉછાળો છે તે ગમે ત્યારે  -10%ના મોટા ઘટાડામાં ફેરવાઈ શકે છે. એવા કયા કારણો છે જેના કારણે આ ઘટાડો આવવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે તે ખાસ જાણો. 

Gold Rate Crash: સોનામાં 2011 અને 2020 જેવી સ્થિતિ, હવે આ કારણોસર 10% ભાવ ઘટી શકે

સોનાના ભાવે આ વર્ષે કમાલ કરી નાખ્યો છે.  ભાવ પહેલીવાર $4,000 પ્રતિ ઔંસ (ભારતમાં  ભાવ 1.22 લાખ પ્રતિ 10 ગ્રામ આસપાસ) પાર પહોંચી ચૂક્યા છે. પરંતુ હવે એ જ સંકેત જોવા મળી રહ્યા છે જે 2011 અને 2020ના મોટા ઝટકા પહેલા જોવા મળ્યા હતા. એક્સપર્ટ્સ ચેતવણી આપી રહ્યા છે કે ગોલ્ડમાં હાલ જે ઉછાળો છે તે ગમે ત્યારે 10 ટકાના ઘટાડામાં ફેરવાઈ શકે છે. 

એવા કયા કારણો છે જેના કારણે ઘટાડો થઈ શકે...

Add Zee News as a Preferred Source

પહેલું કારણ
Natixis બેંકના ગોલ્ડ એનાલિસ્ટ બર્નાર્ડ દાહદાનું કહેવું છે કે હાલની રેલી બાદ માર્જિન વધવા અે લીવરેઝ્ડ ઈનવેસ્ટર્સના સેલિંગથી ગોલ્ડમાં શોર્ટ ટર્મ ઝટકો લાગી શકે છે. તેમણે કહ્યું કે અમે પહેલા પણ જોયું છે કે 2011, 2020 અને 2022 જેવા સમયમાં ગોલ્ડ ગણતરીના દિવસોમાં 5 થી 10 ટકા તૂટ્યું હતું. જ્યારે નફો વધે છે તો અનેક રોકાણકારો પ્રોફિટ બુક કરે છે, જેનાથી ફ્યૂચર્સ માર્કેટમાં સેલિંગ પ્રેશર વધે છે. હાલના સમયમાં પણ સોનું જે ઝડપથી  ભાગ્યું છે તે સ્થિતિ ફરીથી સર્જાઈ રહી હોય તેવું લાગે છે. 

બીજું કારણ
હાલ અમેરિકામાં ગવર્મેન્ટ શટડાઉન ચાલું છે. જેના કારણે બજારમાં ગભરાહટ છે. જો આવનારા સમયમાં કોંગ્રેસ નવું ફંડિંગ બિલ પાસ કરે તો ગોલ્ડમાં રાહતની જગ્યાએ ઘટાડો જોવા મળી શકે છે. કારણ કે જ્યારે 2013 અને 2019માં ગત શટડાઉન ખતમ થયા હતા ત્યારે પણ સોનું 2–3% ગગડ્યું હતું. હાલ રોકાણકારો અસ્થિર માહોલમાં 'સેફ હેવન' તરીકે ગોલ્ડ ખરીદી રહ્યા છે. પરંતુ જેવી અનિશ્ચિતતા ઘટશે, ફંડ પછી ઈક્વિટી અને બોન્ડ્સમાં પાછા ફરી શકે છે. 

ત્રીજું કારણ
ગોલ્ડમાં હાલ ભાવ એટલો વધુ છે કે જ્વેલરી અને સેન્ટ્રલ બેંક ડિમાન્ડ બંને નબળા પડવા લાગ્યા છે. Natixis મુજબ કુલ ગ્લોબલ ગોલ્ડ ડિમાન્ડના 70 ટકા ભાગ આ બે સેક્ટરોમાંથી આવે છે. જ્યારે ભાવ બહુ વધવા લાગે છે ત્યારે સામાન્ય ગ્રાહકો ખરીદી  ટાળે છે અને સેન્ટ્રલ બેંક પણ ખરીદી ધીમી કરી દે છે એટલે જો આ ટ્રેન્ડ કેટલાક વધુ અઠવાડિયા ચાલ્યું તો ભાવમાં કુદરતી ઘટાડો શરૂ થઈ શકે છે. 

પરંતુ લાંબા સમયગાળામાં કહાની હજુ પણ મજબૂત
એક્સપર્ટ્સ માને છે કે 2026 સુધી ગોલ્ડનો ફંડામેન્ટલ પોઝિટિવ રહેશે. કારણ કે વ્યાજ દરો ધીરે ધીરે ઘટશે. ડોલર નબળો રહેશે અને ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પોલીસીથી ગ્લોબલ ટ્રેડ તણાવ વધશે જે ગોલ્ડને ફરી સપોર્ટ કરશે. જો કે શોર્ટ ટર્મમાં રોકાણકારોએ સાવધાની રાખવી જોઈએ અને ધીરે ધીરે રોકાણ (SIP કે ટ્રેન્ચ ઈનવેસ્ટમેન્ટ) વધુ સારી રણનીતિ હોઈ શકે છે. 

આજનો સોનાનો ભાવ
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન  (IBJA)  મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ આજે 472 રૂપિયા વધીને 122570 રૂપિયા પર પહોંચી ગયો છે. જે લાસ્ટ સેશનમાં 122098 પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં આજે 1400 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે અને ભાવ 154100 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. જે ગઈ કાલે 152700 પર ક્લોઝ થયો હતો. 

કેરેટ પ્રમાણે ભાવ

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram :… pic.twitter.com/zH0pawq025

— IBJA (@IBJA1919) October 9, 2025

Disclaimer
IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)     

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news