Gold Rate: સોનાના ભાવ ધડાધડ ઘટ્યા, ઘટેલા ભાવે સોનું ખરીદવાની શાનદાર તક, અમદાવાદમાં શું છે 24 કેરેટ સોનાનો ભાવ? ખાસ જાણો 

Gold Rate In Ahmedabad: સોનું કે ચાંદી ખરીદવાનું વિચારતા હોવ તો તમારા માટે સારા સમાચાર છે. કારણ કે સોના અને ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. સોના ચાંદીના લેટેસ્ટ ભાવ ખાસ જાણો. 

Gold Rate: સોનાના ભાવ ધડાધડ ઘટ્યા, ઘટેલા ભાવે સોનું ખરીદવાની શાનદાર તક, અમદાવાદમાં શું છે 24 કેરેટ સોનાનો ભાવ? ખાસ જાણો 

ઓપરેશન સિંદૂર બાદ સોનાના ભાવમાં કડાકો જોવા મળ્યો છે. શુક્રવારે પણ સોનાના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો. વાયદા બજારથી લઈને કોમોડિટી બજારમાં સોનાના ભાવ ઘટ્યા છે. 16મીએ સોનાના ભાવમાં કડાકા સાથે જ આ વર્ષની શરૂઆતથી સોનાએ પોતાનું સૌથી ખરાબ સાપ્તાહિક પ્રદર્શન કર્યું છે. ગોલ્ડ અને સિલ્વરમાં કેમ ઘટાડો જોવા મળ્યો અને શું ભાવ છે તે પણ ખાસ જાણો. 

વાયદા બજારમાં 5 જૂનની ડિલિવરીવાળું સોનું 1.11 ટકા ઘટીને 92135 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી ગયું. જ્યારે 4 જુલાઈ 2025ની ડિલિવરીવાળી ચાંદી 1.13 ટકા સસ્તી થઈને 94828 રૂપિયા પ્રતિ કિલોગ્રામ જોવા મળી. આ ઘટાડો એવા સમયે આવ્યો છે કે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ હાલ ઘટ્યો છે. આ સાથે જ અમેરિકા-ચીન વચ્ચે ટેરિફ અંગે પણ વોર થમતી જોવા મળી રહી છે. 

વાયદા બજારમાં કેટલું સસ્તું થયું સોનું
મલ્ટી કોમોડિટી માર્કેટમાં શુક્રવારે ચાંદી 1087 રૂપિયા સસ્તી થઈને 94828 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી. જ્યારે સોનાની કિંમત 1034 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઘટી છે. 5 જૂનના વાયદા માટે કોમોડિટી માર્કેટમાં શુક્રવારે સોનાનો ભાવ 92135 રૂપિયા જોવા મળ્યો હતો. શુક્રવારના હાઈ લેવલ 93550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો અને નીચલા સ્તરની વાત કરીએ તો તે 91992 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. 

શરાફા બજારમાં સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો શુક્રવારે સાંજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 1,357 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ સાંજે 5 વાગે 92,301 પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 982 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 94,606 રૂપિયા પર ક્લોઝ થયો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc

— IBJA (@IBJA1919) May 16, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram :… pic.twitter.com/oVrRgW5yMs

— IBJA (@IBJA1919) May 16, 2025

કેમ ઘટ્યો સોના ચાંદીનો ભાવ
આ અઠવાડિયાના શરૂઆતમાં અમેરિકા અને ચીને આ વર્ષની શરૂઆતમાં લગાવેલા ટેરિફને ઘટાડવા પર સહમતિ જતાવી, જેનાથી ટ્રેડ વોર લાંબા સમય સુધી ચાલે તેવી આશંકા ઘટી ગઈ. જેના કારણે સોનાના ભાવ પર દબાણ સર્જાયું. આ ઉપરાંત ભારત અને પાકિસ્તાન વચ્ચે જિયો પોલિટીકલ ટેન્શન પણ ઘટ્યું. તદઉપરાંત ટેરિફ મુદ્દે ડીલ પણ થતી જોવા મળી રહી છે. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news