Gold Rate: અવિશ્વસનીય! ગણતરીના કલાકોમાં સોનાના ભાવમાં જોરદાર કડાકો, આટલા મોટા ઘટાડા પાછળ શું કારણ?
Latest Gold Rate: સોનું ખરીદવા ઈચ્છતા લોકો માટે સારા સમાચાર છે. સોનાના ભાવમાં જોરદાર કડાકો જોવા મળ્યો છે. ગણતરીના કલાકોમાં સોનાના ભાવ અચાનક એકદમ ઘટી ગયા છે. જાણો આજનો ક્લોઝિંગ રેટ...
Trending Photos
સોનાના ભાવમાં સોમવારે મોટો કડાકો જોવા મળ્યો છે. આમ તો સોના અને ચાંદીના ખરીદારો માટે આ રાહતના સમાચાર છે. પરંતુ અચાનક આટલા ભાવ કેમ તૂટ્યા. સોનું વધુ કેટલું સસ્તું થઈ શકે છે? વાત જાણે એમ છે કે એક બાજુ સોનાના ભાવ ઘટી રહ્યા છે ત્યાં બીજી બાજુ શેર બજારમાં સોમવારે જોરદાર તેજી જોવા મળી છે.
સોમવારે સેન્સેક્સ 2,975.43 અંક ચડીને 82,429.90 પર બંધ થયો. જ્યારે નિફ્ટી 916.70 અંક ચડીને 24,924.70 પોઈન્ટ પર બંધ થયો. ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝફાયર અને અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડ ડીલની જાહેરાતથી બજારનું અચાનક સેન્ટીમેન્ટ સુધર્યું છે. જેનાથી શેરબજારમાં ચારેબાજુ ખરીદી જોવા મળી.
પરંતુ અચાનક સોમવારે સાંજે 5 વાગે સોનાના ભાવમાં મોટો કડાકો જોવા મળ્યો. 24 કેરેટ 10 ગ્રામ સોનાના ભાવ તૂટીને 93000 રૂપિયાની નજીક પહોંચી ગયા. જે ગત મહિના એટલે કે એપ્રિલ 2025માં એક લાખ રૂપિયાને પાર પહોંચી ગયા હતા. ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવ લાસ્ટ ક્લોઝિંગ ભાવની સરખામણીમાં 3,340 રૂપિયા ઘટીને 93,076 રૂપિયા પર ક્લોઝ થયો જે લાસ્ટ સેશન (શુક્રવારે સાંજે)માં 96,416 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/a6jK5eQNOW
— IBJA (@IBJA1919) May 12, 2025
ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં પણ ક્લોઝિંગ રેટમાં કડાકો જોવા મળ્યો. ચાંદીમાં આજે લાસ્ટ ક્લોઝિંગ સેશન કરતા 1,631 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 94,095 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો જે લાસ્ટ સેશનમાં 95,726 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયો હતો.
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/32HhsHkrex
— IBJA (@IBJA1919) May 12, 2025
વૈશ્વિક બજારમાં કડાકો
ગ્લોબલ માર્કેટમાં પણ સોનાના ભાવમાં જોરદાર કડાકો જોવા મળી રહ્યો છે. કોમેક્સ પર 1.13% તૂટીને 2,557.40 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયો જે બે મહિનાના નીચલા સ્તરે છે.
કેમ આવ્યો ઘટાડો?
વાત જાણે એમ છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટેરિફ અંગે હાલમાં અનેક જાહેરાતો કરી હતી. જેનાથી ગ્લોબલ તણાવ વધ્યો હતો. પરંતુ હવે ટેરિફને લઈને અમેરિકી પ્રશાસનના વલણમાં બદલાવ જોવા મળ્યો છે. ખાસ કરીને અમેરિકા-ચીન વચ્ચે ટેરિફને લઈને સહમતિ બનવાથી સોનાનો ભાવ તૂટ્યો છે. કારણ કે જ્યારે આ બંને દેશો વચ્ચે ટેરિફ અંગે તણાવ હતો ત્યારે સોનું રોજ નવા રેકોર્ડ બનાવતું હતું. પરંતુ હવે એક રીતે ટેરિફ વિવાદનો અંત જોવા મળી રહ્યો છે. અત્રે જણાવવાનું કે ચીન અને અમેરિકા ટેરિફ ઘટાડવા માટે તૈયાર થયા છે. અમેરિકાએ ચીનના સામાન પર લાગેલા ટેરિફને 145થી ઘટાડીને 30 ટકા કરવાનો નિર્ણય લીધો છે.
એટલું જ નહીં ચીન જેવા મોટા ગ્રાહક દેશોમાં રજાઓના કારણે સોનાની માંગણીમાં ઘટાડો જોવા મળ્યો છે. હવે ભારતની વાત કરીએ તો પાકિસ્તાન સાથે ચાલી રહેલા વિવાદો પર સહમતિ બની ગઈ છે. બંને દેશો સીઝફાયર પર સહમત થયા છે. જેનાથી સોનાનો ભાવ તૂટે તે સ્વાભાવિક છે. ભારતમાં લગ્નગાળો ચાલે છે. પરંતુ લોકો ખરીદી ટાળી રહ્યા છે એટલે માંગ ઉપર પણ અસર પડી છે.
મજબૂત અમેરિકી ડોલર
અમેરિકી ડોલર ઈન્ડેક્સ હાલમાં જ 100 થી ઉપર પહોંચ્યો. જે ત્રણ વર્ષના ઉચ્ચતમ સ્તર છે. ડોલર મજબૂત થવાથી સોનાના ભાવ સામાન્ય રીતે તૂટે છે. કારણ કે સોનું ડોલરમાં મુલ્યાંકિત હોય છે.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે