Gold Rate: સોનામાં ભારે કડાકાનો માહોલ, રેકોર્ડ રેટથી 7,000 રૂપિયા સસ્તું થઈ ગયું સોનું
Gold price today: સોના અને ચાંદીમાં ભારે ઉતારચડાવનો માહોલ જોવા મળી રહ્યો છે. સોનું રેકોર્ડ રેટથી લગભગ 7000 રૂપિયા જેટલું સસ્તું થઈ ચૂક્યું છે. જો તમે ખરીદવાનું પ્લાનિંગ કરતા હોવ તો ખાસ જાણો આ સમાચાર....
Trending Photos
અત્રે જણાવવાનું કે 10 ગ્રામ 24 કેરેટ સોનું આ વર્ષે 22 એપ્રિલના રોજ 98,484 રૂપિયા સાથે સર્વોચ્ચ સ્તરે પહોંચ્યું હતું. આ રીતે જોઈએ તો માત્ર 23 દિવસમાં સોનાના ભાવમાં 7,000 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. આ અગાઉ આ વર્ષે સોનામાં ક્યારે મોટા કડાકા જોવા મળ્યા એ પણ જાણવા જેવું છે. 12મી મેના રોજ સોનામાં 3340 રૂપિયા તૂટતા ભાવ 93,076 રૂપિયા પર પહોંચ્યો હતો. જ્યારે 23 એપ્રિલે 2399 રૂપિયા ઘટતા 96,085 રૂપિયાના સ્તરે ભાવ પહોંચ્યો હતો. આ ઉપરાંત 15મી મેના રોજ 2,375 રૂપિયા તૂટતા ભાવ 91,484 રૂપિયા પર પહોંચ્યો.
આ ઉપરાંત 7 એપ્રિલના રોજ પણ કડાકો જોવા મળ્યો હતો અને ભાવ 1929 રૂપિયા તૂટીને 89,085 રૂપિયા પર પહોંચ્યો હતો. 30 એપ્રિલના રોજ ભાવ 1650 રૂપિયા તૂટીને 94,361 રૂપિયા પર પહોંચ્યો હતો. આમ સોનામાં ભારે ઉતાર ચડાવ જોવા મળ્યા.
હાલ લેટેસ્ટ ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ ગઈ કાલે ઓપનિંગ રેટમાં 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવ 2,375 રૂપિયા ગગડીને 91,484 રૂપિયા પર પહોંચી ગયો હતો પરંતુ સાંજે 881 રૂપિયા વધીને ભાવ 92,365 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 2,297 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ 94,103 રૂપિયા પર પહોંચી ગયો હતો પરંતુ સાંજે ક્લોઝિંગમાં 469 રૂપિયા વધીને ભાવ94,572 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ક્લોઝ થયો હતો.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે