)
Gold Price: દેશમાં સોનાની કિંમતમાં ભારે ઉછાળો આવી રહ્યો છે... જો તમે સોનું-ચાંદી ખરીદવા જઈ રહ્યા હોય તો જાણી લો કે દેશમાં તેનો ભાવ રેકોર્ડ સ્તરે પહોંચી ગયો છે... સોના-ચાંદીની કિંમતે જૂના તમામ રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે... અને હવ અનુમાન લગાવવામાં આવી રહ્યું છેકે દિવાળી સુધી સોનું 1 લાખ 25,000 સુધી પહોંચી શકે છે... ત્યારે સોના-ચાંદીની કિંમત ક્યાંથી ક્યાં પહોંચી ગઈ?... જોઈશું આ રિપોર્ટમાં...
સોનું કંઈ એમ જ રણકી રહ્યું નથી... તેની પાછળ કારણ છે... સોનું આજે સર્વોચ્ય સપાટીએ પહોંચી ગયું છે... જેનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1 લાખ 17 હજાર 800 રૂપિયા સુધી પહોંચી ગયો છે...
આ સોનાની ઐતિહાસિક ઉંચાઈ છે... તો પછી સોનું કેમ ના હરખાય?... તેનો સોનેરી રંગ રોકાણકારોને પોતાની તરફ આકર્ષી રહ્યો છે...
આખરે એવું તે શું થયું કે સોનું સ્પીડનું બીજું નામ બની ગયું છે... સમજવું મુશ્કેલ છે કે કોની સ્પીડ વધારે છે?... સોનાની કિંમતમાં કેમ વધારો થયો તે પણ જાણીશું... પરંતુ તે પહેલાં 1 ઓક્ટોબરના દિવસે સોનાની કિંમત કેટલી રહી તે પણ જાણી લઈએ... તેના પરથી તમે સારી રીતે સમજી શકશો કે અમે સોનાની સરખામણી ફોર્મ્યુલા વન સાથે કેમ કરીએ છીએ?...
1 ઓક્ટોબર 2015
10 ગ્રામ સોનાની કિંમત 25,753 રૂપિયા હતી...
1 ઓક્ટોબર 2022
10 ગ્રામ સોનાની કિંમત 50,300 રૂપિયા હતી...
1 ઓક્ટોબર 2023
10 ગ્રામ સોનાની કિંમત 58, 200 રૂપિયા હતી...
1 ઓક્ટોબર 2024
10 ગ્રામ સોનાની કિંમત 77,380 રૂપિયા હતી...
1 ઓક્ટોબર 2025
10 ગ્રામ સોનાની કિંમત 1,17,800 રૂપિયા સુધી પહોંચી ગઈ...
આ આંકડાથી તમે ગોલ્ડની સ્પીડ સમજી શકો છો... 10 વર્ષમાં સોનું 25,753ના સ્તરથી આજે 1,17,800 રૂપિયાના સ્તરે પહોંચી ગયું... આવો હવે સમજીએ કે સોનું આજે કેમ આકાશમાં ઉડી રહ્યું છે... કેમ તે હવા સાથે વાત કરી રહ્યું છે...
હકીકતમાં સોનાની તેજી પાછળ જવાબદાર છે અમેરિકાનું શટડાઉન.... ટ્રમ્પ અથાક પ્રયાસો છતાં શટડાઉનને રોકવામાં નિષ્ફળ રહ્યા... તેનો સીધો અર્થ એ છે કે અમેરિકાની સરકારનું ખર્ચ આંશિક રીતે ડૂબી જશે... અનેક સરકારી સેવાઓ ઠપ્પ થઈ જશે... તેના કારણે બજારમાં અનિશ્વિતતા જોવા મળશે... એટલે લોકો સુરક્ષિત વિકલ્પ તરીકે ગોલ્ડને પસંદ કરવા લાગ્યા છે...
પરિણામ આપણી સામે છે... અમેરિકામાં થયેલા ડેવલપમેન્ટની અસર દુનિયા પર થઈ... ગોલ્ડની માગ દરેક જગ્યાએ વધવા લાગી... અને પહેલાંથી જ ઉડાન ભરી રહેલુ સોનું આજે સાતમા આસમાને પહોંચી ગયું... અને હજુપણ તેની કિંમતમાં વધારો થાય તેવી શક્યતા છે.