)
ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે સીઝફાયરની અસર બુલિયન માર્કેટ્સ પર જોવા મળી રહી છે. શેર બજારમાં રોનક પાછી ફરતા જ શરાફા બજારોમાં સોના અને ચાંદીના ભાવ તૂટવા લાગ્યા છે. આજે એટલે કે બુધવારે 25 જૂનના રોજ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જીએસટી સાથે જ્યાં 24 કેરેટ સોનું 100065 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેટથી વેચાઈ રહ્યું છે ત્યાં ચાંદી 108819 રૂપિયે કિલો વેચાઈ રહી છે. જાણો આજના સોના અને ચાંદીના ભાવ.
આજના સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 112 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ 97,151 પર પહોંચી ગયો છે. જે કાલે 97,263 પર ક્લોઝ થયો હતો. ચાંદીના ભાવમાં 317 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 1,05,650 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે જે કાલે 1,05,967 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
#Gold and #Silver Opening #Rates for 25/06/2025
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/cS2YPDczKt
— IBJA (@IBJA1919) June 25, 2025
કેરેટ ભાવ (1 ગ્રામ)
24 KT(999) 9,715
22 KT 9,482
20 KT 8,646
18 KT 7,869
14 KT 6,266
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/2CJfW4ttY0
— IBJA (@IBJA1919) June 25, 2025
વાયદા બજારમાં ભાવ
વાયદા બજારમાં જો કે ભાવ થોડા ચડેલા જોવા મળ્યા. MCX પર સોનું 296 રૂપિયા મજબૂત થઈને 97319 પર ટ્રેડ થતું જોવા મળ્યું. સિલ્વર 486 રૂપિયા ચડીને 105403 પર પહોંચી હતી. જ્યારે વૈશ્વિક બજારમાં સોનું 60 ડોલર ગગડીને 3340 ડોલર નીચે આવ્યું. જ્યારે ચાંદી 36 ડોલર નીચે જોવા મળી.
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)