Gold Rate Today: મોજેદરિયા...સતત ઘટી રહ્યા છે સોનાના ભાવ, આજે તો ઘટીને આટલે પહોંચી ગયું, જાણો કેરેટ પ્રમાણે લેટેસ્ટ રેટ
Gold And Silver Price Today: દિવાળી તો પૂરી થઈ ગઈ અને લગ્નગાળો શરૂ થઈ ગયો છે. પરંતુ આ સાથે સારા સમાચાર એ છે કે સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. જાણો કેરેટ પ્રમાણે સોનાના અને ચાંદીના આજના લેટેસ્ટ રેટ
Trending Photos
)
સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. સતત તેજીમાં રહ્યા બાદ હવે સોનામાં ઘટાડો પણ જોવા મળી રહ્યો છે. દિવાળીના તહેવારની શરૂઆત સાથે જ સોનાના ભાવ ઉતરવા લાગ્યા હતા. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો.
સોનું 17 ઓક્ટોબરના ઓલટાઈમ હાઈથી 10643 રૂપિયા સસ્તું થઈ ચૂક્યું છે. જ્યારે ચાંદીનો ભાવ 14 ઓક્ટોબરના ઓલટાઈમ હાઈથી આશરે 30090 રૂપિયા તૂટી ચૂક્યા છે. આજના રેટ જાણો.
આજનો સોના અને ચાંદીનો ભાવ
IBJAના રેટ્સ જોઈએ તો 10 ગ્રામ શુદ્ધ સોનાનો આજનો ભાવ 439 રૂપિયા ઘટીને 120231 રૂપિયા થયો છે. જે લાસ્ટ સેશનમાં 120670 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે શુદ્ધ ચાંદીનો ભાવ જોઈએ તો 232 રૂપિયા તૂટીને આજે ભાવ 148010 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલ્યો. જે લાસ્ટ સેશનમાં 148242 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
કેરેટ પ્રમાણે ભાવ
શુદ્ધ સોનું (999) 12023 રૂપિયા
22 કેરેટ 11735 રૂપિયા
20 કેરેટ 10701 રૂપિયા
18 કેરેટ 9739 રૂપિયા
14 કેરેટ 7755 રૂપિયા
ચાંદીનો ભાવ (999) 148010 રૂપિયા
Disclaimer
IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














