ગુજરાતી ન્યૂઝBusinessGold Rate Today: ઓલટાઈમ હાઈથી 2265 રૂપિયા સસ્તું થયું સોનું, ચાંદી પણ 4000 રૂપિયા સસ્તી, જાણો લેટેસ્ટ રેટ

Gold Rate Today: ઓલટાઈમ હાઈથી 2265 રૂપિયા સસ્તું થયું સોનું, ચાંદી પણ 4000 રૂપિયા સસ્તી, જાણો લેટેસ્ટ રેટ

Gold Price Today: સોનું ઓલટાઈમ હાઈ પર પહોંચીને જબરદસ્ત પછડાયું છે. જેનું મુખ્ય કારણ અમેરિકી ડોલરમાં મજબૂતી અને યુએસ ફેડરલ રિઝર્વ આ વર્ષે વ્યાજ દરોમાં મર્યાદિત કાપ કરી શકે છે એવું અનુમાન છે. આજના સોના અને ચાંદીના ભાવ ખાસ જાણો. 

Gold Rate Today: ઓલટાઈમ હાઈથી 2265 રૂપિયા સસ્તું થયું સોનું, ચાંદી પણ 4000 રૂપિયા સસ્તી, જાણો લેટેસ્ટ રેટ

શુક્રવારે સોનાના ભાવમાં ભારે કડાકો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડાને જોતા ઘરેલુ વાયદા બજાર અને રિટેલ બજારમાં પણ ઘટાડો જોવા મળ્યો. વાયદા બજારમાં સોનાએ આ અઠવાડિયાની શરૂઆતમાં ઓલટાઈમ હાઈ બનાવ્યું હતું. હવે તે 2000 રૂપિયાથી પણ વધુ ગગડી ગયું છે. ચાંદી પણ 4000 રૂપિયા સસ્તી થઈ છે. સોનાના વાયદા બજાર અને રિટેલ બજાર લેટેસ્ટ રેટ  ખાસ જાણો. 

વાયદા બજારમાં ભાવ
આજે સવારે MCX સોનું 516 રૂપિયાના કડાકા સાથે 98,813 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું હતું. જે કાલે 99,329 રૂપિયાના સ્તરે બંધ થયું હતું. સોનું પોતાના ઓલટાઈમ હાઈ 101078 રૂપિયાથી 2265 રૂપિયા સસ્તું થયું છે. આ દરમિયાન ચાંદી 1577 રૂપિયાના ઘટાડા સાથે 1,05,816 રૂપિયાના ભાવે ટ્રેડ થઈ રહી હતી. જે કાલે 1,07,393 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. ચાંદી પોતાના 109748 રૂપિયાના ઓલટાઈમ હાઈ કરતા 4,067 રૂપિયા સસ્તી થઈ છે. 

Add Zee News as a Preferred Source

આજના રિટેલ બજારના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 758 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ 98503 રૂપિયા પર પહોંચ્યો છે. જે કાલે 99261 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 1791 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને  ભાવ 105592 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે જે કાલે 107383 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

About the Author
author img
Viral Raval

આસીસ્ટન્ટ ન્યૂઝ એડિટર તરીકે Z 24 કલાક સાથે કાર્યરત. ગુજરાત, દેશ-વિદેશના સમાચારો, રાજકારણ, સાંપ્રત ઘટનાઓથી લોકોને રૂબરૂ કરાવવા ઉપરાંત ધાર્મિક, સ્વાસ્થ્ય, યુટિલિટી, ટેક્નોલોજી, મનોરંજન, વેપાર જેવા વિ

...और पढ़ें

Trending news