)
અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં કાપની આશા અને નબળા ડોલર વચ્ચે મજબૂત ગ્લોબલ સંકેતોને પગલે સોમવારે ઘરેલુ વાયદા બજારમાં સોના અને ચાંદીના ભાવ નવી ઊંચાઈએ પહોંચ્યા. આજે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર ડિસેમ્બરનો ગોલ્ડ કોન્ટ્રાક્ટ 1,15,939 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા શિખરે પહોંચ્યા. ઓક્ટોબરનો ગોલ્ડ કોન્ટ્રાક્ટ પણ 1,14,992 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તર પર પહોંચી ગયો છે. ડિસેમ્બરની ડિલિવરીવાળું સિલ્વર ફ્યૂચર્સ 1,44,179 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ઓલટાઈમ હાઈ પર પહોંચી ગયો છે.
આજનો સોના અને ચાંદીનો ભાવ
ઈન્ડિયા બુલિયન જ્વેલર્સ એસોસિએશન (IBJA) મુજબ 24 કેરેટના 10 ગ્રામ સોનાનો ભાવ 2030 રૂપિયા ઉછળીને 115292 રૂપિયાના સ્તરે પહોંચી ગયો છે. જે લાસ્ટ સેશનમાં 113262 પર ક્લોઝ થયો હતો. ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં ભયંકર ઉછાળો જોવા મળ્યો છે. ભાવ 6000 રૂપિયા વધીને 144100 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. જે લાસ્ટ સેશનમાં 138100 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
કેરેટ પ્રમાણે ભાવ
IBJA રેટ્સ મુજબ 10 ગ્રામ ફાઈન ગોલ્ડ (999)નો ભાવ 11529 રૂપિયા, 22 કેરેટના 11253, 20 કેરેટના 10261, 18 કેરેટના 9339, 14 કેરેટના 7436 રૂપિયા છે.
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/u45BuPfmJn
— IBJA (@IBJA1919) September 29, 2025
બજાર જાણકારોનું કહેવું છેકે વિદેશોમાં સોના અને ચાંદીના ભાવમાં આ પ્રકારે વધારાના કારણે અમેરિકી કેન્દ્રીય બેંક દ્વારા મોનેટરી પોલીસીમાં ઢીલ આપવામાં આવે તેની વધતી શક્યતા છે. એન્જેલ વનમાં પ્રથમેશ માલ્યાએ પીટીઆઈ સાથે વાતચીતમાં જણાવ્યું કે સોનાના ભાવ છેલ્લા કેટલાક સમયથી તેજીમાં છે અને ગત અઠવાડિયે ઘરેલુ અને વિદેશી બજારોમાં સોનાના ભાવ નવી ઊંચાઈએ સ્પર્શ્યા. તેમણે વધુમાં કહ્યું કે આ તેજીમાં કોઈ કમી જોવા મળી રહી નથી અનો રોકાણકારો એ વાતને લઈને વિચારમાં છે કે આ ઊંચા સ્તરો પર રોકાણ કરે કે પછી નફાવસૂલી કરે.
તેમણે વધુમાં એમ પણ કહ્યું કે અમેરિકી ટેરિફ, રશિયા-યુક્રેન તણાવ, અમેરિકા-ચીન વેપાર તણાવ અને બીજા ગ્લોબલ ફેક્ટર્સના પગલે હાલના મહિનાઓમાં બુલિયન માર્કેટમાં તેજી આવી છે. બીજી બાજુ રિલાયન્સ સિક્યુરિટીઝના સીનિયર રિસર્ચ એનાલિસ્ટ જિગર ત્રિવેદીએ પણ પીટીઆઈ સાથે વાતચીતમાં કહ્યું કે ટ્રડર્સ હાલ ઓક્ટોબરમાં ફેડ દ્વારા વ્યાજ દરોમાં કાપની 90 ટકા શક્યતા અને ડિસેમ્બરમાં વધુ એક પગલું ઉઠાવવાની લગભગ 65 ટકા સંભાવના માનીને ચાલી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકી સરકારી શટડાઉનની અનિશ્ચિતતાઓ પણ કેન્દ્રીય બેંકની નીતિઓને પ્રભાવિત કરી શકે છે.
અત્રે જણાવવાનું કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ આયાતી દવાઓ, ટ્રકો અને ફર્નીચર પર નવા ટેરિફની જાહેરાત કરી જે 1 ઓક્ટોબરથી પ્રભાવી થશે. તેનાથી ઈક્વિટી માર્કેટની વોલેટિલિટી વધી ગઈ છે. જેના પગલે બુલિયનના ભાવ વધ્યા છે. બજાર જાણકારોનું કહેવું છે કે મોનિટરી પોલીસીમાં ઢીલની આશા અને જિયો પોલિટિક્સ અને ટ્રેડ સંબંધિત જોખમને કારણે નજીકના ભવિષ્યમાં સોના અને ચાંદીના ભાવમાં તેજી જળવાય તેવી શક્યતા છે.
Disclaimer
IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)