)
સોમવારે 15 ડિસેમ્બર 2025ના રોજ સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. નબળો ડોલર અને અમેરિકી ટ્રેઝરી યીલ્ડમાં નરમાઈના પગલે રોકાણકારો સોના તરફ વળેલા છે. બજારની નજર હવે અમેરિકાના મહત્વના જોબ્સ ડેટા પર ટકેલી છે જેનાથી ફેડરલ રિઝર્વની આગળની મોનેટરી પોલીસી અંગે સંકેત મળવાની આશા છે. આ બધા વચ્ચે આજનો સોના અને ચાંદીનો ભાવ જાણો.
સોના-ચાંદીનો આજનો ભાવ
IBJAના લેટેસ્ટ રેટ મુજબ આજે 999 પ્યોરિટીવાળા 10 ગ્રામ જીએસટી વગરના શુદ્ધ સોનાના ભાવમાં 732 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે. લાસ્ટ સેશનમાં 132710 રૂપિયા પર ક્લોઝ થયેલો ભાવ આજે 133442 રૂપિયાના સ્તરે પહોંચ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. ચાંદીના ભાવમાં આજે પ્રતિ કિલોગ્રામ 2958 રૂપિયાનો ઘટાડો નોંધાયો અને ભાવ 192222 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો. જે લાસ્ટ સેશનમાં 195180 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
કેરેટ પ્રમાણે ભાવ
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram :… pic.twitter.com/PrCPqczyXy
— IBJA (@IBJA1919) December 15, 2025
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX)માં સોનાના 5 ફેબ્રુઆરીના વાયદાવાળા ભાવમાં 1.34 ટકાનો વધારો નોંધાયો અને ભાવ 135415 રૂપિયા પર પહોંચ્યો. જ્યારે 5 માર્ચના વાયદાવાળી ચાંદીમાં પ્રતિ કિલોગ્રામ 2.29 ટકાનો વધારો નોંધાયો અને ભાવ 197260 રૂપિયાના સ્તરે હાલ જોવા મળી રહ્યો છે.
ખાસ નોંધ:
IBJAના ભાવમાં જીએસટી અને મજૂરી સામેલ નથી. ભાવ દિવસમાં બે વાર જાહેર કરાય છે. બપોરે 12 વાગ્યાની આસપાસ ઓપનિંગ રેટ અને સાંજે 5 વાગ્યાની આસપાસ ક્લોઝિંગ રેટ્સ. જાહેર રજાઓ અને શનિવાર તથા રવિવારે ભાવ જાહેર કરાતા નથી.