Gold Rate Today: આ એક કારણ...અને સોનું જબરદસ્ત ઉછળ્યું, જાણીને દંગ રહેશો...જાણો 10 ગ્રામ શુદ્ધ સોનાનો લેટેસ્ટ ભાવ

Gold-Silver Price Today: શરાફા બજાર અને વાયદા બજારમાં સોનામાં બંપર તેજી જોવા મળી રહી છે. જો કે ઘરેલુ બજારમાં ચાંદી ગગડી છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ફટાફટ રેટ ચેક કરી લો. 

Gold Rate Today: આ એક કારણ...અને સોનું જબરદસ્ત ઉછળ્યું, જાણીને દંગ રહેશો...જાણો 10 ગ્રામ શુદ્ધ સોનાનો લેટેસ્ટ ભાવ

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવમાં ફરીથી તેજી જોવા મળી છે જેના કારણે ઘરેલુ બજારમાં પણ સોનાના ભાવ સતત ચડી રહ્યા છે. ડોલરમાં નબળાઈથી સોનાના ભાવ વધી રહ્યા છે. કોમેક્સ પર શુક્રવારે સોનાના ભાવમાં હળવી તેજી જોવા મળી અને આ અઠવાડિયાની સૌથી મજબૂત લીડ તરફ આગળ વધી રહ્યું છે. જેનું મુખ્ય કારણ છે નબળો અમેરિકી ડોલર અને દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થા એટલે કે અમેરિકાની બગડતી નાણાકીય સ્થિતિ વિશે વધતી ચિંતાઓ, જેનાથી સોનું ફરીથી એકવાર સુરક્ષિત રોકાણનો વિકલ્પ બની રહ્યું છે. 

MCX પર સોના ચાંદીના ભાવ
જો ઘરેલુ વાયદા બજારની વાત કરીએ તો MCX (મલ્ટી કોમોડિટી એક્સચેન્જ) પર સોનું સવારે 10 વાગ્યાની આસપાસ 364 રૂપિયાની તેજી સાથે 95,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. જે કાલે 95,536 રૂપિયા પર ક્લોઝ થયું હતું. જ્યારે ચાંદી આ દરમિયાન 285 રૂપિયાની તેજી સાથે 98,081 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવ પર જોવા મળી જે કાલે 97,796 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

શરાફા બજારમાં આજના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ના રેટ્સ જોઈએ તો 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં આજે 299 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 95,815 રૂપિયાની સપાટીએ પહોંચ્યો છે જે કાલે 95,516 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 1,135 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે અને ભાવ હાલ 97,654 રૂપિયા પર પહોંચી ગયો છે જે કાલે 96,519 રૂપિયા પર ક્લોઝ  થયો હતો. 

તેજી પાછળ શું છે કારણ
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના હાજર ભાવ 0.3% વધીને $3,303.09 પ્રતિ ઔંસ પર પહોંચી ગયો આ અઠવાડિયે અત્યાર સુધીમાં સોનામાં 3% વધારો થઈ ચૂક્યો છે. જે 7 એપ્રિલ બાદથી સૌથી સારું સાપ્તાહિક પ્રદર્શન છે. અમેરિકી સોનાના વાયદા ભાવ પર 0.2% વધીને $3,302.80 પર આવી ગયા છે. આ અઠવાડિયે અમેરિકી ડોલર 1% વધુ ગગડી ચૂક્યો છે અને તે 7 એપ્રિલ બાદ સૌથી ખરાબ સાપ્તાહિક પ્રદર્શન તરફ જઈ રહ્યો છે. ડોલરમાં નબળાઈના કારણે અન્ય મુદ્રાઓવાળા રાકાણકારો માટે ડોલરમાં વેચાતું સોનું સસ્તું થઈ જાય છે. જેનાથી સોનાની માંગણી વધી જાય છે. 

અમેરિકામાં કેમ વધી છે ચિંતા
ગુરુવારે અમેરિકી સંસદના નીચલા સદન (હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ)એ એક મોટો ટેક્સ અને ખર્ચ બિલ પાસ કર્યું. જેનાથી રાષ્ટ્રપતિ ટ્રમ્પની નીતિઓને સમર્થન મળ્યું પરંતુ તેનાથી અમેરિકાના રાષ્ટ્રીય દેવામાં ખરબો ડોલરનો વધારો થશે. આ બિલ હવે ઉપરી સદન એટલે કે સેનેટમાં જશે. જ્યાં રિપબ્લિકન પાર્ટીને બહુમત છે. આ અઠવાડિયે અમેરિકી ટ્રેઝરી ડિપાર્ટમેન્ટે 20 વર્ષના સમયગાળાના બોન્ડની હરાજી કરી હતી. પરંતુ તેને વધુ રોકાણકારો મળ્યા નહીં. તે પહેલા રેટિંગ એજન્સી મૂડીઝે અમેરિકાના સૌથી ઊંચી ક્રેડિટ રેટિંગને ડાઉનગ્રેડ કર્યું હતું. જેનાથી રોકાણકારોનો ભરોસો વધુ નબળો થયો. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news