)
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઉથલપાથલ વચ્ચે આજે એકવાર ફરીથી MCX પર સોનું સસ્તું થયું છે. ચાંદી પણ કડાકા સાથે જોવા મળી છે. કોમોડિટી બજારમાં સોના અને ચાંદી પર દબાણ જોવા મળી રહ્યું છે. શુક્રવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું 50 ડોલર ગગડ્યું. આ બધા વચ્ચે ક્રૂડ ઓઈલના ભાવ સપાટ બનેલા છે અને હાલ 66 ડોલર પ્રતિ બેરલ જોવા મળી રહ્યા છે. ત્યારે વાયદા બજાર અને રિટેલ બજારમાં સોના અને ચાંદીના આજે શું ભાવ છે ખાસ જાણો.
વાયદા બજારમાં ભાવ
ભારતીય વાયદા બજાર (MCX) પર સોનું સસ્તું થયું છે. 68 રૂપિયા તૂટીને 94,924 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદી MCX પર 480 રૂપિયાના કડાકા સાથે 94924 રૂપિયા પર ટ્રેડ થતી જોવા મળી. છેલ્લા એક મહિનામાં સોનાએ શાનદાર રિટર્ન આપ્યું છે. શરાફા બજારમાં પણ ઘણી જગ્યાએ સોનું એક લાખ પાર કરી ચૂક્યું હતું.
શરાફા બજારમાં આજના સોના ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 211 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે અને ભાવ આજે 95,420 રૂપિયા પર ખુલ્યો છે. જે શુક્રવારે 95,631 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 1,671 રૂપિયાનો કડાકો જોવા મળ્યો અને ભાવ આજે 96,013 રૂપિયા પર પહોંચ્યો જે અગાઉ 97,684 રૂપિયા પર ક્લોઝ થયો હતો.
#Gold and #Silver Opening #Rates for 28/04/2025
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzctug
Follow us on Instagram : https://t.co/ZOr2uGknFc
Follow us on Facebook : https://t.co/9tJn5720rk… pic.twitter.com/vFdWIisXz4
— IBJA (@IBJA1919) April 28, 2025
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/Ls4FA3JPvk
— IBJA (@IBJA1919) April 28, 2025
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)