Gold Rate Today: લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયું સોનું, બાપરે...એક જ દિવસમાં તોતિંગ ભાવ વધારો, જાણો લેટેસ્ટ રેટ

Latest Gold Rate: સોના અને ચાંદીમાં આજે જબરદસ્ત તેજી જોવા મળી છે. વાયદા બજાર અને રિટેલ બજારમાં સોનું ખુબ ઊંચે ચ઼ડ્યું છે. જો તમે પણ લેવાનું વિચારતા હોવ તો ફટાફટ લેટેસ્ટ રેટ ખાસ ચેક કરો. 

Gold Rate Today: લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયું સોનું, બાપરે...એક જ દિવસમાં તોતિંગ ભાવ વધારો, જાણો લેટેસ્ટ રેટ

આજે સોનાના ભાવમાં એકવાર ફરીથી બંપર તેજી જોવા મળી રહી છે. વાયદા બજારમાં સોનું પોતાના ઓલ ટાઈમ હાઈ પર ટ્રેડ થઈ રહ્યું છે. આજે સવારે ગોલ્ડ 1171 રૂપિયાની તેજી સાથે 96425 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતું જોવા મળ્યું. આ જ હાલ ચાંદીના પણ છે. ચાંદી 585 રૂપિયાની તેજી સાથે 95622 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે. બજારમાં આવેલી આ તેજીથી કોમોડિટી બજારમાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. રિટલ બજારમાં સોના ચાંદીના શું હાલ છે તે પણ ખાસ જાણો. 

આંતરરાષ્ટ્રીય બજારમાં શું છે સોનાના હાલ
આંતરરાષ્ટ્રીય માર્કેટની વાત કરીએ તો સોનું $50 ના ઉછાળા સાથે $3,375 પર પહોંચી ગયું છે. જ્યારે ઈરાન પર લાગેલી પાબંધીઓના કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં પણ તેજી આવી છે. ભારતીય કંપનીઓના ADR (American Depository Receipts) માં HDFC અને ICICI બેંકના શેરોમાં 4 ટકાની મજબૂતી જોવા મળી જ્યારે ટેક સેક્ટરમાં નબળાઈ જોવા મળી. ઈન્ફોસિસ અને ટાટા એલેક્સીએ નબળા પરિણામો રજૂ કર્યા જેનાથી રોકાણકારોમાં ચિંતા જોવા મળી. 

શરાફા બજારમાં સોના ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com ના રેટ્સ જોઈએ તો 999 પ્યોરિટીવાળું 10 ગ્રામ સોનામાં આજે નવા અઠવાડિયાના પહેલા જ દિવસે 1,677 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 96,587 રૂપિયા પર પહોંચી ગયો છે. છેલ્લો ક્લોઝિંગ ભાવ 94,910 રૂપિયા હતો. જ્યારે ચાંદીની વાત કરીએ તો ચાંદીમાં 1,049 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ 96,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચ્યો છે. જ્યારે છેલ્લો ક્લોઝિંગ ભાવ 95,151 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.  

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) April 21, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzctug

Follow us on Instagram :… pic.twitter.com/nn1yrIuQ3J

— IBJA (@IBJA1919) April 21, 2025

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news