)
ડોલરની મજબૂતી અને ફેડના આક્રમક વલણના પગલે ગોલ્ડ પર દબાણ બનેલું છે. આ કારણે એક દિવસ તેજી બાદ ગોલ્ડ ફરી ગગડી ગયું. આજે સતત બીજા દિવસે તેની ચમક ફીક્કી પડી છે. રાજધાની દિલ્હીમાં આજે ગોલ્ડમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. ચાંદીની વાત કરીએ તો ચાંદી પણ સસ્તી થઈ છે.
દેશના મોટા શહેરોમાં સોનાનો ભાવ
| શહેરનું નામ | 22 કેરેટ 10ગ્રામ સોનાનો ભાવ | 24 કેરેટ 10ગ્રામ સોનાનો ભાવ |
| અમદાવાદ | ₹1,12,290 | ₹1,22,500 |
| દિલ્હી | ₹1,12,390 | ₹1,22,500 |
| મુંબઈ | ₹1,12,240 | ₹1,22,450 |
| કોલકાતા | ₹1,12,240 | ₹1,22,450 |
| ચેન્નાઈ | ₹1,12,490 | ₹1,22,720 |
| બેંગ્લુરુ | ₹1,12,240 | ₹1,22,450 |
| હૈદરાબાદ | ₹1,12,240 | ₹1,22,450 |
| લખનઉ | ₹1,12,390 | ₹1,22,500 |
| પટણા | ₹1,12,290 | ₹1,22,500 |
| જયપુર | ₹1,12,390 | ₹1,22,500 |
ચાંદીની વાત કરીએ તો સતત બે દિવસમાં દિલ્હીમાં તેના ભાવમાં 3100 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. તે પહેલા ચાંદી એક દિવસમાં પ્રતિ કિલો 2000 રૂપિયા મોંઘી થઈ હતી. આજે મહત્વના શહેરોની વાત કરીએ તો દિલ્હીમાં ચાંદી ₹1,50,900 પ્રતિ કિલોગ્રામ પર વેચાઈ રહી છે. મુંબઈ અને કોલકાતામાં પણ આ ભાવે વેચાઈ રહી છે. પરંતુ ચેન્નાઈમાં ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ ₹1,64,900 છે. એટલે કે ચાર મહાનગરોમાં સૌથી મોંઘી ચાંદી ચેન્નાઈમાં છે.
કયા ભાવ સુધી જઈ શકે
OANDA ના સીનિયર માર્કેટ એનાલિસ્ટ કેલ્વિન વોંગનું કહેવું છે કે ડોલર લચીલો બનેલો છે. જે સોનામાં કોઈ પણ મોટી તેજીને રોકી રહ્યો છે. ઓગ્મોટ ગોલ્ડટેકના જણાવ્યાં મુજબ સોનું $3,920 થી $4,060 પ્રતિ ઔંસ (લગભગ ₹1.19-₹1.22 લાખ પ્રતિ 10 ગ્રામ) અને ચાંદી $46 થી $49 પ્રતિ ઔંસ (લગભગ ₹1.4-1.5 લાખ પ્રતિ કિલોગ્રામ) વચ્ચે સ્થિર થઈ રહી છે. તેના ઉપર જવાથી તેમાં લગભગ 3-5%ની તેજી આવી શકે છે. નિર્મલ બેંગ સિક્યોરિટીઝના વાઈસ પ્રેસિડેન્ટ કુણાલ શાહનું માનવું છે કે ગોલ્ડનો ભાવ ઉપર જઈ શકે છે. એમસીએક્સ પર પ્રતિ 10 ગ્રામ ₹1.23 લાખ સુધી જઈ શકે છે. તેમનું માનવું છે કે વૈશ્વિક લેવલ પર ગોલ્ડ $4200 સુધી પહોંચી શકે છે.