Gold Rate Today: આ શું થઈ રહ્યું છે? સોનાના ભાવમાં જબરદસ્ત ફેરફાર, 22-24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ખાસ જાણો

Gold Rate In Ahmedabad: સોના અને ચાંદીના ભાવમાં એવા ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે જેને જોતા સોનું ખરીદવાનું વિચારતા લોકો વિચાર કરી રહ્યા છે કે હાલ  સોનું લેવાય કે નહીં? આજે 22-24 કેરેટ સોનાના ભાવ કેટલે પહોંચ્યા છે તે ખાસ જાણો.

Gold Rate Today: આ શું થઈ રહ્યું છે? સોનાના ભાવમાં જબરદસ્ત ફેરફાર, 22-24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ ખાસ જાણો

સોના અને ચાંદીના ભાવમાં શુક્રવારે વાયદા બજારમાં સુસ્તી જોવા મળી. વૈશ્વિક બજારમાં સોનું કાલે ઉછળ્યું હતું. ચાંદી પણ ચડી હતી. પરંતુ ઘરેલુ વાયદા બજારમાં આજે મેટલ્સ લાલ અને લીલા નિશાન વચ્ચે ઝૂલતી જોવા મળી. કાલે કોમેક્સ પર સોનું 5 અઠવાડિયાના નીચલા સ્તરથી 50 ડોલર ઉછળીને 3250 નજીક તો  ચાંદી એક ટકો ચડીને 33 ડોલર પ્રતિ ઔંસ નજીક પહોંચી હતી. રિટેલ બજારમાં જો કે સોનું ઉછળ્યું છે. આજના સોના અને ચાંદીના ભાવ ખાસ જાણો. 

આજના સોના અને ચાંદીના ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 1,293 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ હાલ 93,658 પર પહોંચ્યો છે. જે કાલે 92,365 પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીના ભાવમાં 1,016 રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અને ભાવ હાલ 95,588 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર છે. જે કાલે સાંજે 94,572 રૂપિયા પર ક્લોઝ થયો હતો. 

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE

— IBJA (@IBJA1919) May 16, 2025

રિટેલ ભાવ પર ફેરવો નજર

To get these rates on your phone give a missed call on - 8955664433

For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459

Follow us on Twitter : https://t.co/lXovVzbVEI

Follow us on Instagram :… pic.twitter.com/19sKbDC0k5

— IBJA (@IBJA1919) May 16, 2025

વાયદા બજારમાં ભાવ
આજે MCX પર સવારે 10 વાગ્યાની આસપાસ ગોલ્ડ ફ્યૂચર્સ 93,171 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ફ્લેટ ટ્રેડ થતું જોવા મળ્યું હતું. કાલે તે 93,169 રૂપિયા પર ક્લોઝ થયું હતું. ચાંદી આ દરમિયાન 55 રૂપિયા તૂટીને 95,860 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર હતી જે કાલે 95,915 રૂપિયા પર ક્લોઝ થઈ હતી. 

જાણકારોના જણાવ્યાં મુજબ સોનાના ભાવમાં હાલમાં જે ઘટાડો જોવા મળ્યો તેની પાછળનું કારણ અમેરિકા અને ચીન વચ્ચે વેપારને લઈને જે તણાવ ઓછો થયો તે જવાબદાર છે. 

Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવથી અલગ અલગ પ્યોરિટીવાળા સોનાના સ્ટાન્ડર્ડ ભાવની જાણકારી મળે છે. આ તમામ ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news