Gold Rate Today: દોડી દોડીને થાક્યું સોનું! સોનાના ભાવ ઘટ્યા, ઘટેલા ભાવે સોનું ખરીદવાની તક ઝડપી લો, જાણો લેટેસ્ટ રેટ
Gold Rate In Ahmedabad: સોના અને ચાંદીમાં છેલ્લા ઘણા સમયથી ભારે ઉતાર ચડાવ જોવા મળી રહ્યા છે. અચાનક ભાવ વધી જાય તો ક્યારેક એકદમ ઘટી જાય છે. આજે પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જો તમે લેવાનું વિચારતા હોવ તો ચેક કરો લેટેસ્ટ રેટ.
Trending Photos
Latest Gold Rate: એક લાખ રૂપિયાના ભાવને સ્પર્શીને સોનું હવે સુસ્ત મોડમાં જોવા મળી રહ્યું છે. ઘરેલુ બજારમાં 95,600 ની નીચે જોવા મળ્યું જ્યારે ગ્લોબલ માર્કેટમાં પણ $3,350 ની નજીક સપાટ જોવા મળ્યું. તે MCX પર રેકોર્ડ ઉંચાઈથી 4,000 નીચે આવી ગયું છે. કોમેક્સ પર રેકોર્ડ સ્તરથી લગભગ $200 ગગડ્યું છે. 7 દિવસમાં સોનમાં આશરે 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. ડોલર ઈન્ડેક્સમાં મજબૂતાઈથી કિંમતો પર દબાણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે. ડોલર ઈન્ડેક્સ લગભગ 1000 નજીક પાછો ફર્યો છે. 7 દિવસમાં ડોલર ઈન્ડેક્સ લગભગ 1.5% રિકવર થયો છે. અમેરિકામાં ઘર ખરીદીમાં મોટા કડાકાથી ચિંતા વધી છે.
ચાંદીમાં સુસ્તી
છેલ્લા 2 દિવસથી ચાંદીમાં મામૂલી કડાકો જોવા મળ્યો છે. મેટલ ઘરેલુ બજારમાં આજે લગભગ 200ની નબળાઈ પર જોવા મળી. MCX પર ભાવ 97,300 રૂપિયાની નજીક જોવા મળી હતી. ચાંદી એક મહિનામાં 2 ટકાથી વધુ ગગડી છે. કોમેક્સ પર ચાંદીના ભાવ $34ની નીચે હતા. ચાંદીની ઈન્ડસ્ટ્રીયલ માગણી ઘટવાથી કડાકો જોવા મળ્યો છે. ગ્લોબલ માર્કેટમાં અનિશ્ચિતતાના કારણે અસર જોવા મળી રહી છે. ટેરિફના કારણે ગ્લોબલ આર્થિક મંદીની ચિંતા વધી છે.
MCX પર સોના ચાંદીના ભાવ
સવારે 10.25 કલાકની આસપાસ MCX પર જૂન કોન્ટ્રાક્ટનો વાયદા સોનું 368 રૂપિયા ગગડીને 95,544 રૂપિયાના ભાવે જોવા મળ્યું હતું. કાલે તે 95,912 પર બંધ થયું હતું. જ્યારે મે કોન્ટ્રાક્ટવાળી ચાંદી 156 રૂપિયાના ઘટાડા સાથે 97,355 રૂપિયા પ્રતિ કિલો પર જોવા મળી.
રિટેલ બજારમાં આજનો ભાવ
ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન (India Bullion And Jewellers Association) ની અધિકૃત વેબસાઈટ ibjarates.com મુજબ આજે 999 શુદ્ધતાવાળા 10 ગ્રામ સોનાના ભાવમાં 617 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ 95,669 રૂપિયાની સપાટીએ પહોંચ્યો જે કાલે 96,286 રૂપિયા પર ક્લોઝ થયો હતો. જ્યારે ચાંદીમાં 121 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો અને ભાવ પ્રતિ કિલો 97,513 રૂપિયાની સપાટીએ પહોંચ્યો જે કાલે 97,634 રૂપિયાની સપાટીએ ક્લોઝ થયો હતો.
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram : https://t.co/ZOr2uGjPPE
Follow us on Facebook : https://t.co/9tJn571sBM… pic.twitter.com/ovrAbERgaY
— IBJA (@IBJA1919) April 25, 2025
રિટેલ ભાવ પર ફેરવો નજર
#indicative #Retail Selling #Rates for #Jewellery
To get these rates on your phone give a missed call on - 8955664433
For more details contact: Saurabh +91 9004120120 / 022-23426971 / 022-23427459
Follow us on Twitter : https://t.co/lXovVzbVEI
Follow us on Instagram :… pic.twitter.com/90p3fth9hz
— IBJA (@IBJA1919) April 25, 2025
Disclaimer
અત્રે નોંધનીય છે કે ઈન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશન તરફથી બહાર પાડવામાં આવતા ભાવ ટેક્સ અને મેકિંગ ચાર્જ પહેલાના છે. IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે