)
Gold Silver Price: દેશભરમાં લગ્નની સિઝન દરમિયાન છેલ્લા 5 દિવસમાં સોના અને ચાંદીના ભાવ ફરી આસમાને પહોંચ્યા હતા. જ્યારબાદ આજે 14 નવેમ્બરના રોજ સોનાના ભાવમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ચાંદીના ભાવમાં પણ થોડો ઘટાડો જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનાનો ભાવ 1126 રૂપિયા ઘટીને 125428 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયો છે. હવે 24 કેરેટ સોનાનો ભાવ જીએસટી સહિત 129190 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગયો છે. જ્યારે ચાંદી જીએસટી સહિત 165475 રૂપિયા પ્રતિ કિલોગ્રામ છે.
આજે ચાંદી જીએસટી વગર 2074 રૂપિયાના ઘટાડા બાદ 160656 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ખુલી હતી. ગુરુવારે જીએસટી વગર ચાંદી 160656 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી અને સોનાનો ભાવ જીએસટી વગર 126554 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો.
હવે સોનું 17 ઓક્ટોબરના તેના ઓલ ટાઈમ હાઈ કરતા માત્ર 5,446 રૂપિયા જ સસ્તું રહ્યું છે. જ્યારે ચાંદીનો ભાવ 14 ઓક્ટોબરના ઓલ ટાઈમ હાઈથી 17,444 રૂપિયા ઘટ્યો છે. IBJA દિવસમાં બે વાર રેટ જાહેર કરે છે. એક વખત બપોરે 12 વાગ્યાની આસપાસ અને બીજો સાંજે 5 વાગ્યાની આસપાસ.
કેરેટ પ્રમાણે સોનાના ભાવ
આજે, 23 કેરેટ સોનું પણ 1,121 રૂપિયા સસ્તુ થઈને 124,926 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવ પર ખુલ્યું છે. GST સાથે તેની કિંમત હવે 128,673 રૂપિયા થઈ ગઈ છે, જેમાં મેકિંગ ચાર્જનો સમાવેશ થતો નથી.
22 કેરેટ સોનાનો ભાવ 1031 રૂપિયા ઘટીને 114892 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે. જીએસટી સાથે 118338 રૂપિયા થાય છે.
18 કેરેટ સોનું 845 રૂપિયા ઘટીને 94071 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયું છે અને જીએસટી સાથે તેનો ભાવ 96893 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચી ગયો છે.
14 કેરેટ સોનાનો ભાવ પણ 659 રૂપિયા ઘટ્યો છે. આજે સોનાનો ભાવ 73375 રૂપિયા પર ખુલ્યો છે અને જીએસટી સહિત 75576 રૂપિયા પર પહોંચ્યો છે.
આ વર્ષે સોનું પ્રતિ 10 ગ્રામ 49688 રૂપિયા મોંઘુ થયું છે, જ્યારે ચાંદી પ્રતિ કિલો 74639 રૂપિયા મોંઘી થઈ છે.
Disclaimer
IBJA દ્વારા જારી કરેલા રેટ દેશભરમાં માન્ય છે. પરંતુ તેની કિંમતોમાં GST સામેલ હોતો નથી. ગ્રાહકે ઘરેણા ખરીદતી વખતે જે કિંમત ચૂકવવાની હોય છે તે ટેક્સ સહિત હોવાથી વધુ હોય છે. એસોસિએશન દ્વારા સવાર અને સાંજ એમ બેવાર ભાવ જાહેર કરવામાં આવે છે. આ ઉપરાંત ભાવમાં મેકિંગ ચાર્જ પણ સામેલ નથી. એસોસિએશનના નવા ભાવ જાહેર રજાઓના દિવસે જાહેર કરાતા નથી. (શનિવાર, રવિવાર અને જાહેર રજાઓ)