અહો... આશ્ચર્યમ! ફરી એકવાર સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો, હવે બસ આટલો થઈ ગયો ભાવ

Gold-Silver Price: એક દિવસ પહેલા સોમવારે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના અને ચાંદીની કિંમતમાં શરૂઆતનો વધારો જોવા મળ્યો હતો. આનું કારણ મૂડીઝે અમેરિકાનું ક્રેડિટ રેટિંગ 'Aaa' થી ઘટાડીને 'Aa1' કર્યું હતું.

અહો... આશ્ચર્યમ! ફરી એકવાર સોના-ચાંદીની કિંમતમાં મોટો ઘટાડો, હવે બસ આટલો થઈ ગયો ભાવ

Gold Rate Today: એપ્રિલ મહિનામાં સોનાના ભાવ રેકોર્ડ સ્તરે પહોંચ્યા બાદ હવે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તેની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવારે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોનાનો જૂન વાયદો રૂ. 92,965 પ્રતિ 10 ગ્રામ પર ખુલ્યો, જે અગાઉના સ્તરથી રૂ. 332 ઓછો છે. તેવી જ રીતે ચાંદીનો જુલાઈ વાયદો 95,172 રૂપિયા પ્રતિ કિલો પર ખુલ્યો, જે 281 રૂપિયા ઘટ્યો. સોનાનો ભાવ 99,358 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરથી 6,513 રૂપિયા ઘટ્યો છે. ગયા અઠવાડિયે ભાવમાં વધઘટ જોવા મળી હતી, પરંતુ એકંદરે ભાવ સ્થિર રહ્યા હતા.

MCX અને બુલિયન બજારમાં મિશ્ર વલણ
સોનાની કિંમતમાં મંગળવારે MCX અને બુલિયન માર્કેટમાં મિશ્ર વલણ જોવા મળ્યું. મંગળવારે MCX પર સોનાની કિંમતમાં વધારો અને બુલિયન બજારમાં ઘટાડો જોવા મળ્યો. https://ibjarates.com વેબસાઇટ અનુસાર મંગળવારે સોનામાં 500 રૂપિયાથી વધુનો ઘટાડો થયો હતો. તેવી જ રીતે ચાંદીમાં પણ લગભગ 1000 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો. 23 કેરેટ સોનાનો ભાવ ઘટીને 92685 રૂપિયા, 22 કેરેટનો ભાવ ઘટીને 85241 રૂપિયા અને 20 કેરેટ સોનાનો ભાવ ઘટીને 69794 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયું. મંગળવારે ચાંદીનો ભાવ 94954 રૂપિયા પ્રતિ કિલો જોવા મળ્યો હતો.

જૂન ડિલિવરી માટે સોનામાં આવી તેજી
જો કે, બીજી તરફ MCX પર આજે તેજી જોવા મળી છે. જૂન ડિલિવરી સાથેનું સોનું 300 રૂપિયાથી વધુના વધારા સાથે 93610 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળ્યું. ચાંદીના ભાવમાં પણ 174 રૂપિયાનો વધારો થયો છે અને તે 95453 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ટ્રેન્ડ કરી રહ્યું છે. એક દિવસ પહેલા સોમવારે આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીના ભાવમાં શરૂઆતનો વધારો જોવા મળ્યો હતો. આનું કારણ મૂડીઝે અમેરિકાનું ક્રેડિટ રેટિંગ 'Aaa' થી ઘટાડીને 'Aa1' કર્યું હતું. પરંતુ રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટોની ઉમ્મીદને કારણે સલામત રોકાણની માંગ ઓછી થઈ ગઈ, જેના કારણે સોનાનો ભાવ 3,320 ડોલર અને ચાંદીનો ભાવ 32.20 ડોલર પ્રતિ ઔંસની નીચે આવી ગયો.

અમેરિકી ડોલરની અસર
અમેરિકી ડોલર ઇન્ડેક્સ (DXY) 100.36ની નજીક રહ્યો છે, જે 0.07% ઓછો છે. ડોલરની કમજોરીએ સોના અને ચાંદીની કિંમતને થોડો સપોર્ટ આપ્યો. અમેરિકાના વધતા દેવાને કારણે મૂડીઝે રેટિંગ ડાઉનગ્રેડ કર્યું, જેના કારણે સોના અને ચાંદીમાં સુરક્ષિત રોકાણની માંગ વધી. પરંતુ રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટોની ઉમ્મીદે ભાવ વધારાને મર્યાદિત કરી દીધો. નિષ્ણાતો કહે છે કે, આ અઠવાડિયે સોના અને ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળશે. આનું કારણ ડોલર ઇન્ડેક્સની અસ્થિરતા અને રશિયા-યુક્રેન શાંતિ વાટાઘાટો છે. એવી અપેક્ષા છે કે, સોનું પ્રતિ ઔંસ 3,120 ડોલરના સ્તરે ઘટી શકે છે અને ચાંદી 31.40 ડોલર પ્રતિ ઔંસના સ્તરે આવી શકે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news