)
Gold-Silver Price Today: આજના બજારમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો ઘટાડો થયો છે. આવી સ્થિતિમાં, રોકાણકારો અને ખરીદદારો બંને મૂંઝવણમાં છે કે શું હવે સોનું ખરીદવાનો યોગ્ય સમય છે કે શું ભાવ વધુ ઘટી શકે છે? જો કે, આ અંગે વધુ સંકેતો હાલમાં સ્પષ્ટ નથી.
આ સમયે ભારતના ઘણા શહેરોમાં 24 કેરેટ સોનું 1,10,519 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી વેચાઈ રહ્યું છે, જ્યારે 22 કેરેટ સોનાની કિંમત 1,01,310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી છે. બીજીતરફ ચાંદીની વાત કરીએ તો તે આજે સવારે 1,29,900 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર ઉપલબ્ધ છે. મુંબઈ, ચેન્નઈ, હૈદરાબાદ અને બેંગલુરૂ જેવા મોટા શહેરોમાં સોનાની કિંમતો લગભગ સમાન છે. તો દિલ્હી, જયપુર અને અમદાવાદ જેવા શહેરોમાં થોડો ફેરફાર જોવા મળી રહ્યો છે. આવો જાણીએ દેશના મુખ્ય શહેરોમાં સોનાનો શું ભાવ છે.
ભારતના મુખ્ય શહેરોમાં સોનાની કિંમતો
| શહેર | 22 કેરેટ (₹/10 ગ્રામ) | 24 કેરેટ (₹/10 ગ્રામ) |
|---|---|---|
| દિલ્હી | 1,01,460 | 1,10,670 |
| જયપુર | 1,01,460 | 1,10,670 |
| અમદાવાદ | 1,01,360 | 1,10,570 |
| પટના | 1,01,360 | 1,10,570 |
| મુંબઈ | 1,01,310 | 1,10,519 |
| હૈદરાબાદ | 1,01,310 | 1,10,519 |
| ચેન્નઈ | 1,01,310 | 1,10,519 |
| બેંગલુરૂ | 1,01,310 | 1,10,519 |
| કોલકત્તા | 1,01,310 | 1,10,519 |
MCX પર પણ જોવા મળી નબળાઈ
વાયદા બજાર એટલે કે MCX (Multi Commodity Exchange) પર પણ સોના અને ચાંદીની કિંમતોમાં ઘટાડો થયો છે. શરૂઆતી કારોબારમાં સોનું 0.25 ટકા ઘટી 1,08,718 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી આવી ગયું, જ્યારે ચાંદી 0.08 ટકા ઘટી 125080 રૂપિયા કિલોગ્રામ પર આવી ગઈ. કોમોડિટી એક્સપર્ટનું માનવું છે કે આ ઘટાડો અસ્થાયી હોઈ શકે છે કારણ કે બજાર હજુ યુએસ ફુગાવાના લેટેસ્ટ આંકડા પર નજર રાખી રહ્યું છે.
મોંઘવારીના આંકડાની અસર
જાણકારોનું કહેવું છે કે અમેરિકામાં ઓગસ્ટ મહિનામાં પ્રોડ્યુસર પ્રાઇઝ ઈન્ડેક્સ (PPI) માં 0.1% નો ઘટાડો થયો છે, જેનાથી સોના અને ચાંદીની કિંમતોને થોડું સમર્થન જરૂર મળ્યું છે. આ સિવાય જિયો પોલિટિકલ તણાવ, કેન્દ્રીય બેંકોની સોનાની ખરીદી અને અમેરિકાના ફેડરલ રિઝર્વની વ્યાજદરને લઈને નીતિઓ પણ સોના-ચાંદીની ચાલને પ્રભાવિત કરી શકે છે.
શું આગળ ઘટી શકે છે સોનાની કિંમત?
માર્કેટ જાણકારો અનુસાર જો ડોલર નબળો પડે છે કે અમેરિકા વ્યાજદરમાં ઘટાડાનો સંકેત આપે છે, તો સોનાની કિંમતમાં તેજી આવી શકે છે. બીજીતરફ જો મોંઘવારી નિયંત્રણમાં આવે છે અને વ્યાજદરો સ્થિત રહે છે તો કિંમતોમાં ઘટાડાની સંભાવના બનેલી છે.