3 દિવસ બાદ સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, મોકો ચૂકતા નહી

બીએન વૈદ્ય એન્ડ એસોસિએટ્સ (B.N. Vaidya and Associates) ના ભાર્ગવ વૈદ્ય (Bhargava Vaidya)ના અનુસાર, અત્યારે સોનું જે ભાવ પર રહ્યું છે તે રોકાણકારો માટે એન્ટ્રીની સારી તક છે.

3 દિવસ બાદ સોના-ચાંદીના ભાવમાં ધરખમ ઘટાડો, મોકો ચૂકતા નહી

નવી દિલ્હી: સતત ત્રીજા દિવસે તેજી બાદ ગુરૂવારે સોના-ચાંદી (Gold Silver Prices)ની વાયદા કિંમતોમાં ઘટાડો જોવા મળ્યો છે. અમેરિકી ડોલરમાં આવેલી મજબૂત છતાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે. જોકે ઇન્ટરનેશલ માર્કેટમાં પણ આ બંને ધાતુઓ સસ્તી થઇ ગઇ છે. 

MCX પર  રહ્યો આ શરૂઆતી ભાવ
શરૂઆતી કારોબારમાં MCX  પર સોનાના વાયદામાં 0.85% ઘટીને 51391 પ્રતિ 10 ગ્રામ થઇ ગયો. તો બીજી તરફ ચાંદીના વાયદામાં 1.4% ઘટીને 67798 પ્રતિ કિલોગ્રામ પર આવી ગઇ. તો બીજી તરફ વિદેશી બજારમાં સોનું 0.3% ઘટીને 1,954.42 ડોલર પ્રતિ ઔંસ થઇ ગયું. બીજી કિંમતી ધાતુઓમાં ચાંદી 0.8% ઘટીને 27ડોલર પ્રતિ ઔંસ પર આવી ગઇ. ડોલર ઇન્ડેક્સ પોતાની પ્રતિદ્વંદી કરન્સીના મુકાબલે 0.4% ચઢી ગયો, જેથી બીજા કરન્સીધારકો માટે સોનું વધુ થઇ ગયું. અમેરિકાના કેન્દ્રીય બેક ફેડરલ રિઝર્વની પોલિસી મેકર્સે સંકેત આપ્યા કે તેમની બેંચમાર્ક શોર્ટ ટર્મ વ્યાજ દર ઓછામાં ઓછા 2023 સુધી શૂન્યની આસપાસ રહેશે.

ફિજિકલ ગોલ્ડ ખરીદવાથી બચે રોકાણકારો
બીએન વૈદ્ય એન્ડ એસોસિએટ્સ (B.N. Vaidya and Associates) ના ભાર્ગવ વૈદ્ય (Bhargava Vaidya)ના અનુસાર, અત્યારે સોનું જે ભાવ પર રહ્યું છે તે રોકાણકારો માટે એન્ટ્રીની સારી તક છે. આ સ્તર પર રોકાણ કરતાં સોનામાં રોકાણકારોને સારું રિટર્ન મળશે. જે રોકાણકારોનો પોર્ટફોલિયોમાં સોનું નથી અથવા પછી ઓછું છે તો તેમને સોનામાં રોકાણ વધારવું જોઇએ. 

હાલ સોનામાં રોકાણ કરનારને સારો ફાયદો મળી શકે છે. સોનામાં રોકાણનો અર્થ ઘરેણાં ખરીદવાનો નથી. ગોલ્ડ MF અથવા ગોલ્ડ ETF રોકાણનો સારો વિકલ્પ છે. ફિજિકલ ગોલ્ડમાં રોકાણ કરવામાં તમને સોનું વેચતી વખતે તમારે ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news