DA Hike : 3 કે 4 ટકા, આ વખતે કેટલું વધશે DA ? કેટલો વધશે કર્મચારીઓનો પગાર ?

Dearness Allowance Hike : સરકારી કર્મચારીઓને આશા હતી કે હોળી પહેલા કેન્દ્ર સરકાર દ્વારા મોંઘવારી ભથ્થું એટલે કે DAની જાહેરાત કરવામાં આવશે. પરંતુ સરકારે હજુ સુધી કોઈ જાહેરાત કરી નથી. જો સરકાર DAમાં વધારો કરશે તો કેટલા ટકા વધારો થશે તેના વિશે આ લેખમાં જાણીશું.  

DA Hike : 3 કે 4 ટકા, આ વખતે કેટલું વધશે DA ? કેટલો વધશે કર્મચારીઓનો પગાર ?

Dearness Allowance Hike : જો તમે કેન્દ્ર સરકારના કર્મચારી અથવા પેન્શનર છો, તો તમારો પગાર અને પેન્શન ટૂંક સમયમાં વધી શકે છે. સરકાર ટૂંક સમયમાં મોંઘવારી ભથ્થા (DA) અને મોંઘવારી રાહત (DR)માં વધારાની જાહેરાત કરી શકે છે. આ વધારો 1 જાન્યુઆરી, 2025થી લાગુ થશે.

નિષ્ણાતોનો અંદાજ છે કે આ વખતે DA 2% થી 4% વધી શકે છે. જો કે, જો તેમાં માત્ર 2%નો વધારો થશે, તો તે છેલ્લા 7 વર્ષમાં સૌથી ઓછો વધારો હશે.

DA વધારાનું ગણિત શું છે ?

કેન્દ્ર સરકાર વર્ષમાં બે વાર જાન્યુઆરી અને જુલાઈમાં DAની સમીક્ષા કરે છે. ઔદ્યોગિક કામદારો માટે ઓલ ઈન્ડિયા કન્ઝ્યુમર પ્રાઈસ ઈન્ડેક્સ (AICPI-IW) ના ડેટાના આધારે DA નક્કી કરવામાં આવે છે. હાલમાં DA 53% છે અને જો તેમાં 2%નો વધારો થશે તો તે 55% થઈ જશે.

ઉદાહરણ તરીકે, જો કર્મચારીનો મૂળ પગાર રૂપિયા 20,000 છે, તો DAમાં 2%નો વધારો તેના પગારમાં રૂપિયા 400નો વધારો કરશે. તેવી જ રીતે, જો તેમાં 3% અથવા 4%નો વધારો થાય છે, તો આ રકમ 600 રૂપિયા અને 800 રૂપિયા વધશે. ઓક્ટોબર 2024માં સરકારે DA 50% થી વધારીને 53% કર્યું હતું.

શું છે 8મા પગાર પંચની સ્થિતિ ?

આ સિવાય સરકાર 8મા પગાર પંચ પર પણ વિચાર કરી રહી છે, જે 1 જાન્યુઆરી, 2026થી અમલમાં આવી શકે છે. જો આનો અમલ થશે તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનધારકોના પગાર અને પેન્શનમાં મોટો વધારો થશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) ના ગવર્નરે તાજેતરમાં જણાવ્યું હતું કે કન્ઝ્યુમર પ્રાઇસ ઈન્ડેક્સ (CPI) પર આધારિત ફુગાવાનો દર ચાલુ નાણાકીય વર્ષમાં 4.8% રહેવાની સંભાવના છે. જો ફુગાવો ઊંચો રહેશે તો DAમાં પ્રમાણમાં વધુ વધારો થવાની શક્યતા રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news