8th pay commission: કેન્દ્રીય કર્મચારીઓની બલ્લે-બલ્લે! આઠમાં પગાર પંચમાં આટલો વધી જશે તમારો પગાર
8th pay commission salary hike: પગાર પંચ તરફથી પૈસા વધારવામાં ફિટમેન્ટ ફેક્ટર એક મહત્વપૂર્ણ ફોર્મ્યુલા હોય છે. સાતમાં પગાર પંચ સમયે ફિટમેન્ટ 2.57 હતું અને તેમાં મિનિમમ પગાર સાત હજારથી વધારી અઢાર હજાર કરવામાં આવ્યો હતો.
Trending Photos
)
નવી દિલ્હીઃ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો આઠમાં પગાર પંચ લાગૂ થવાની પ્રતીક્ષા કરી રહ્યાં છે. રિપોર્ટ્સ પ્રમાણે આઠમા પગાર પંચની રચના સરકાર એપ્રિલ 2025માં કરી શકે છે, એટલે કે આ મહિને પંચની રચના થઈ શકે છે. સાથે પગાર પંચની ભલામણોને આગામી વર્ષ 2026 કે 27મા લાગૂ કરવામાં આવી શકે છે. પરંતુ જો આ લાગૂ થાય તો કેન્દ્રીય કર્મચારીઓના માસિક પગાર અને પેન્શનરોના પેન્શનમાં આશરે 14 હજારથી લઈને 19 હજાર રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે.
આ સમયે કેન્દ્રીય કર્મચારીઓનો એવરેજ માસિક પગાર આશરે 1 લાખ છે અને નવું પગાર પંચ લાગૂ થતાં તેમાં આશરે 14થી 19 ટકાનો વધારો થશે. ત્યારબાદ સરકાર જો 1.75 લાખ કરોડનું બજેટ રાખશે તો આ કેન્દ્રીય કર્મચારીઓનો માસિક પગાર આશરે 14 હજાર 600 રૂપિયા વધી જશે.
જો સરકાર તરફથી 2 લાખ કરોડનું બજેટ રાખવામાં આવે તો તેના પગારમાં આશરે 16 હજાર 600 રૂપિયાનો વધારો થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આઠમાં પગાર પંચનો સીધો ફાયદો વર્તમાન 50 લાખથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને આશરે 65 લાખથી વધુ પેન્શનરોને થશે. છેલ્લે સાતમાં પગાર પંચમાં સરકાર તરફથી 1.02 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો.
પરંતુ પગાર પંચ તરફથી પૈસા વધારવામાં ફિટમેન્ટ ફેક્ટર એક મહત્વપૂર્ણ ફોર્મ્યુલા છે. સાતમાં પગાર પંચ સમયે ફિટમેન્ટ ફેક્ટર 2.57 હતું અને તેમાં મિનિમમ સેલેરી સાત હજારથી વધારી અઢાર હજાર કરવામાં આવી હતી. પરંતુ આ વખતે આ ફોર્મ્યુલા લાગૂ કરવામાં આવે તો કર્મચારીઓનો મિનિમમ પગાર 46 હજાર 206 અને પેન્શન 9 હજાર રૂપિયાથી વધી 23 હજાર 130 રૂપિયા થઈ જશે. તેવામાં કેન્દ્રીય કર્મચારીઓના પગાર કેટલો વધશે તે તો આઠમાં પગાર પંચની ભલામણો અને સરકારના બજેટ પર નિર્ભર કરશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે














